Gujarat

ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

By GS TEAM
21 Feb 20262 mins read
ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

જામનગરમાં ડ્રાયક્લિનિંગ કરાવેલી સાડી મોતનું કારણ બની : ડ્રાયક્લિનિંગ કરાવેલી સાડીમાં કેમિકલ હોઇ જમીન પર પાથરેલું પ્લાસ્ટિક સળગતા તેને સાડીનો છેડો અડી જવાથી  ક્ષણભરમાં આગ સાડીમાં પ્રસરી

જામનગર, : જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક મહિલા પોતાના ભાણેજના લગ્ન પ્રસંગમાં તિ:પતિ સોસાયટીમાં ગયા હતા. અને કરિયાવરની વિધિ ચાલી રહી હતી, જે દરમિયાન જમીન પરનું પ્લાસ્ટિક સળગવા લાગતાં મહિલાની સાડી ને તેની ઝાળ અડી ગઈ હતી, અને તેઓ પણ ગંભીર સ્વરૂપે દાઝી ગયા હતા, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં તેઓનું ક:ણ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં રહેતા સિધ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ. 37)ના ભાણેજના લગ્ન જામનગરના તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં યોજાયા હતા.

માંડવામાં સિધ્ધરાજસિંહના પત્ની ભાવનાબા સિદ્ધરાજસિંહ જાડેજા (ઉ.વ. 34)ની ભાણેજના કરિયાવરની વિધિના પ્રસંગમાં હાજર હતા. દરમિયાન નીચે જમીન પર પાથરેલાં પ્લાસ્ટિકમાં કોઈપણ રીતે આગ લાગી જતા જેને ભાવનાબાની સાડી નો છેડો અડી જતાં પાછળથી સાડી એકાએક સળગવા લાગી હતી. અને તેઓએ સાડીનું ડ્રાયક્લિનિંગ કરાવેલું હોવાથી તેમાં કેમિકલ હોવાના કારણે આગ ક્ષણભરમાં જ તેઓની સાડીમાં પ્રસરી ગઈ હતી, અને સર્વે જાનૈયાઓની વચ્ચે તેઓએ ભારે બુમાબુમ કરીમૂકી હતી, અને ત્યાં હાજર રહેલા અન્ય કુટુંબીઓએ ઠારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ક્ષણભરમાંજ ભાવનાબેન 70 ટકાથી વધુ દાઝી ગયા હતા, અને તેઓને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.