Gujarat

ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીઓને 5 વર્ષની સજા ફરમાવતી એટ્રોસીટી કોર્ટ

By GS TEAM
9 Dec 20251 min read
TukuTouch Logo
આ કેસ જામખંભાળિયાની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટમાં ચાલી જતા એક આરોપી જીવણભાઈ પાડલીયાનું અવસાન થયેલ હતું. મૂળ ફરિયાદી પક્ષે દલિત યુવાન તરફે વકીલ કિરણભાઈ બગડએ લેખિત દલીલો રજૂ કરેલી અને વિવિધ ઉચ્ચ અદાલતના ચુકાદાઓ રજૂ કરીને તમામ આરોપીઓને સજા કરવા ધારદાર રજૂઆતો કરી હતી.જે ધ્યાને લઈ ખંભાળિયાની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે દસ આરોપીઓને પાંચ પાંચ વર્ષની સજાનો હુકમ કર્યો છે

Summarized by AI; it may make mistakes. Check important info

ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીઓને 5 વર્ષની સજા ફરમાવતી એટ્રોસીટી કોર્ટ

Jamnagar Court : ભાણવડ તાલુકાના નવાગામ ગામમાં રહેતા દલિત યુવક પ્રદીપભાઈ મનુભાઈ બગડાએ તેનાજ ગામના જીવણભાઈ પાડલીયાની જમીન પાસે વાળો (જમીન) વાળાંકેલ હતો, તે જીવણભાઈ પાડલીયાને પસંદ નહીં આવતા તેનું મનદુઃખ રાખીને તા.15/5/2020 ના આરોપીઓ જીવણભાઈ પાડલીયા, મયુર ધાના પાથર, હરેશ ધાના પાથર, ચના વેજા પીપરોતર, જીવણ પ્રભાત પાથર, કમલેશ ઉર્ફે પ્રકાશ પાથર, દિવ્યેશ ચના પીપરોતર, પારસ ચના પીપરોતર, ખીમજી વજસી, રામ ઉર્ફે કેતન વજશી, ધના રામશી પાથર વિગેરેએ એક સંપ કરીને ફરિયાદ પક્ષના ચારેક વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચાડતા આરોપીઓ વિરૂધ્ધ હત્યા પ્રયાસ વગેરે સહિતની કલમ હેઠળનો ગુનો નોંધાવ્યો હતો.

આ કેસ જામખંભાળિયાની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટમાં ચાલી જતા એક આરોપી જીવણભાઈ પાડલીયાનું અવસાન થયેલ હતું. મૂળ ફરિયાદી પક્ષે દલિત યુવાન તરફે વકીલ કિરણભાઈ બગડએ લેખિત દલીલો રજૂ કરેલી અને વિવિધ ઉચ્ચ અદાલતના ચુકાદાઓ રજૂ કરીને તમામ આરોપીઓને સજા કરવા ધારદાર રજૂઆતો કરી હતી.જે  ધ્યાને લઈ ખંભાળિયાની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે દસ આરોપીઓને પાંચ પાંચ વર્ષની સજાનો હુકમ કર્યો છે.