Get The App

અટલાદરા પોલીસે પાંચ મહિના સુધી ગુનો દાખલ ના કર્યો

૩ લાખ વ્યાજે આપી દર મહિને ૧૦ ટકા વ્યાજ વસૂલ કરતા હતા : મર્ડર કરવાની ધમકી

આરોપીઓ પ્રત્યેના કૂણા વલણથી જ ગુનાખોરી વધે છે

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
અટલાદરા પોલીસે પાંચ મહિના સુધી ગુનો દાખલ ના કર્યો 1 - image

વડોદરા,યુવકને માર મારી નગ્ન વીડિયો ઉતારવાની ઘટનામાં સામેલ આરોપીઓ પ્રત્યે અટલાદરા પોલીસનું કૂણું વલણ હોવાની પ્રતીતિ કરાવતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાંચ મહિના  પહેલા ગેરકાયદે વ્યાજ વસૂલાત અંગે આરોપીઓ વિરૃદ્ધ થયેલી અરજીમાં  પોલીસે છેક ગઇકાલે ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ,  પ્રતિક અવરેન્દ્ર સિંગ (રહે. પ્રમુખ સ્વામી તિર્થ, અટલાદરા) તથા  મોબાઇલ શોપ ચલાવતા વિકાસ સુરેન્દ્રસિંહ રાજપૂત સામે મહેન્દ્ર ઉર્ફે મહેશ શાંતિલાલ  પરમારે (રહે. ભક્તિનગર વુડાના મકાનમાં, અટલાદરા) વ્યાજ વસૂલાતની અરજી પાંચ મહિના પહેલા આપી હતી.

પરંતુ, અટલાદરા પોલીસે કોઇ જ કાર્યવાહી કરી નહતી. પરંતુ, હાલમાં પોલીસની ભૂલના કારણે પ્રતિક અને અન્ય આરોપીઓ જામીન પર છૂટી જતા પોલીસ પોતાની આબરૃ બચાવવા માટે  હવે કાર્યવાહી કરી રહી છે. મહેન્દ્રએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, બે વર્ષ પહેલા માતાની બીમારીની સારવાર માટે રૃપિયાની જરૃર પડી  હતી. વિકાસ  પર વ્યાજના કેસ થયા હોઇ તેણે  પ્રતિક  પાસથી ૩ લાખ રૃપિયા માસિક ૧૦ ટકાના વ્યાજે અપાવ્યા હતા. મેં તેઓને અત્યારસુધી ૨.૦૯ લાખ વ્યાજ ચૂકવ્યું હતું. તેમજ ૪૩ હજાર પેનલ્ટી પેટે પણ આપ્યા છે. મારાથી વ્યાજ ના ચૂકવાય તો પ્રતિક મને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તે મારા ઘરે આવીને મારી માતાને પણ ધમકી આપી હતી. એક યુવકને નગ્ન કરીને  પોતે મારતો  હોવાનો વીડિયો પ્રતિકે મને બતાવી તારી પણ આવી હાલત કરીશ,તેવી ધમકી આપી હતી. ફરિયાદીનંુ કહેવું છે કે, અરજી થયા પછી પોલીસે મને બોલાવ્યો પણ નહતો.