૩૫.૫૮ ટકા ઓછા ભાવથી ૧૦૦ MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા કામ અપાયું

અમદાવાદ,શુક્રવાર, 2 જાન્યુ,2026
હયાત જાસપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં નવો ૧૦૦
એમએલડી ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા અંદાજથી ઓછા ૩૫.૫૮ ટકા ભાવથી એટલે
કે રુપિયા અંદાજિત રુપિયા ૧૮૯ કરોડની કોસ્ટ સામે રુપિયા ૧૨૨.૧૧ કરોડના ખર્ચથી કામ
અપાયુ છે. માનીતા કોન્ટ્રાકટરને આ ટેન્ડર મળે એ માટે કામગીરીના અનુભવ ઉપરાંત
ટ્રીટેડ વોટરના પેરામીટર્સમા પણ ફરેફાર કરી દેવામા આવ્યા હોવાનુ આધારભૂત
સૂત્રોમાંથી જાણવા મળે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હલકી ગુણવત્તાની કામગીરી
કરવા પંકાયેલા એક કોન્ટ્રાકટરને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૦૦ એમએલડી
ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી અપાઈ છે. તાજેતરમાં સુએજ ટ્રીટમેન્ટ
પ્લાન્ટના બાંધકામ માટે પ્રાઈસ બીડ ખોલવામા આવતા પી દાસ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર
પ્રા.લી.નું ૩૫.૫૮ ટકા ઓછા ભાવનુ ટેન્ડર ખુલ્યુ હતુ.ગાંઘીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,આ એક
ચોકકસ કંપનીને ફાયદો કરાવવા અગાઉ કરવામા આવેલા ટેન્ડરને રદ કરાયુ હતુ.સુએજ
ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો અનુભવ નથી તેવી કંપનીને ફર્સ્ટ લોએસ્ટ લાવવામા આવી
છે.








