Gujarat

ગોરવા મધુનગર વિસ્તારમાં સાળા ઉપર બનેવીનો તલવાર વડે હુમલોઃબનેવી અને તેના ભાઇની ધરપકડ

By GS TEAM
16 May 20261 min read
ગોરવા મધુનગર વિસ્તારમાં સાળા ઉપર બનેવીનો તલવાર વડે હુમલોઃબનેવી અને તેના ભાઇની ધરપકડ

વડોદરાઃ ગોરવા વિસ્તારમાં એક યુવક ઉપર તલવાર અને લાકડી વડે હુમલાના બનાવનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બે હુમલાખોરની ધરપકડ કરી છે.

પોલીસે કહ્યું છે કે,ગોરવાના ગુરફાન અહેમદને ત્યાં લગ્ન પ્રસંગ છે અને તેને અને તેના  બનેવી વચ્ચે મનદુઃખ હોવાથી બનેવીએ ધમકી પણ આપી હતી.

ત્યારબાદ શેહવાઝ આઝાદ પઠાણ અને તેના ભાઇ જાવેદ પઠાણ(બંને રહે.નિસાર રેસિડેન્સી,મધુનગર પાસે,ગોરવા)એ ગુરફાનને નીચે બોલાવી તેના પર તલવાર અને લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.જેથી બંને ભાઇઓની ધરપકડ કરવામાં આવી છે.