Get The App

વડોદરા એસ.ઓ.જી.નો એ.એસ.આઇ.જેલભેગો થયો

લક્ષ્મીકાંત દેસાઇના રિમાન્ડ પૂરા થયા : હજી પરિવારના બેંક એકાઉન્ટની વિગતો આવવાની બાકી

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા  એસ.ઓ.જી.નો એ.એસ.આઇ.જેલભેગો થયો 1 - image

વડોદરા,૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં પકડાયેલો વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ના રિમાન્ડ પૂરા થતા તેેને કોર્ટમાં રજૂ કરાતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

ગત ૯ મી જાન્યુઆરીએ સ્ટેટ મોનિંટરિંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે વડોદરા રેલવે સ્ટેશન પરથી ૨૩૯.૯૪૦ ગ્રામ હેરોઇન સાથે આરોપીઅમરીકસિંઘ ઉર્ફે સોનુ સરવણસિંઘ મલ્હી,ઉં.વ.૩૭ (રહે. ગુરૃનાનક નગર, છાણી જકાતનાકા) ને ઝડપી પાડયો હતો. તપાસ દરમિયાન વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત ભીખુભાઇ દેસાઇ, ઉં.વ.૫૭ (રહે.સનમિલન સોસાયટી,   હાઇટેન્શન રોડ, સુભાનપુરા) ની સીધી સંડોવણી  પકડાયેલા આરોપી સાથે જણાઇ આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ૨૧ દિવસની તપાસ બાદ તેની ધરપકડ કરી રિમાન્ડ લીધા હતા. આજે તેના  રિમાન્ડ પૂરા થતા તેને જેલમાં મોકલી આપવમાં આવ્યો છે.