મુંબઇથી એરેસ્ટ ના કરી શકાય,વડોદરા આવી જાવ..ડિજિટલ એરેસ્ટના નામે ધમકાવનારાને રોકડા જવાબ મળી રહ્યા છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડિજિટલ એરેસ્ટના બનાવો અંગે લોકોમાં જાગૃતિ આવી રહી હોવાથી અનેક કિસ્સામાં ઠગોને નિષ્ફળતા મળી રહી છે.જેથી ઓનલાઇન ઠગો હવે બીજી કોઇ તરકીબ અજમાવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ એરેસ્ટ અને ઓનલાઇન ઠગાઇના કેસો અંગે સાયબર સેલ તેમજ શિક્ષણ સંસ્થાઓ દ્વારા અવેરનેસ માટે કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.જેની કાંઇક અંશે અસર જોવા મળી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ડિજિટલ એરેસ્ટ માટે અનેક લોકોને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસના નામે કોલ આવી રહ્યા છે અને તેમને તમારા આધાર કાર્ડ ઉપરથી ખરીદેલા સિમકાર્ડનો ઉપયોગ કરોડોના ફ્રોડમાં થયો છે તેમ કહી એરેસ્ટની ધમકી આપવામાં આવી રહી છે.પરંતુ પોલીસને ડિજિટલ એરેસ્ટ કરવાની કોઇ સત્તા નહિ હોવાની લોકોને જાણ કરાતાં હવે ઠગોને થાય તે કરી લેજો, મુંબઇથી એરેસ્ટના થઇ શકે,વડોદરા આવી જાવ..તેવા રોકડા જવાબો મળી રહ્યા છે.




