Gujarat

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને ધક્કા પડ્યા

By GS TEAM
8 Sep 20251 min read
દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને ધક્કા પડ્યા


આરટીઓ કચેરીમાં શનિવારે વીજ પુરવઠો ખોરવાતા ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા અટકી પડતા અને અરજદારોને ધક્કા પડ્યા હતા. આજે સોમવારે કચેરી શરૂ થતા જ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અરજદારોનો ભારે ઘસારો રહ્યો હતો.

શનિવારે ધોધમાર વરસાદ વચ્ચે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે દરજીપુરા વિસ્તારમાં પણ વીજ પુરવઠો ખોરવાતા આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ  માટે પહોંચેલ અનેક અરજદારોને ધક્કા પડ્યા હતા. શનિવારે બપોર સુધીમાં ટુ વ્હીલરના 61 અને  ફોર વ્હીલરના 38 ટેસ્ટ થઈ શક્યા હતા. જ્યારે 280 જેટલી અરજીઓ  પેન્ડિંગ રહી હતી. જેથી આ અરજદારો એક સપ્તાહ સુધીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે. શનિવારે કામગીરી ખોરવાતા અને રવિવારની રજા બાદ સોમવારે કચેરી શરૂ થતા ની સાથે જ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આરટીઓ પરિસરમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અને સાંજ સુધીમાં ટુ વ્હીલરના 192 અને  ફોર વ્હીલરના 134 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવ્યા હતા.