Gujarat

વડોદરામાં વાર તહેવારોએ ઊંચા અવાજે વાગતા ડીજેનું ધ્વનિ પ્રદૂષણ નિયંત્રિત કરવા રજૂઆત

By GS TEAM
29 Aug 20251 min read
TukuTouch Logo
આંખોને નુકસાનકર્તા લેસર લાઈટોનો ઉપયોગ પણ પ્રતિબંધિત કરવા માગ

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વાર તહેવારોએ ઊંચા અવાજે વાગતા ડીજેનું ધ્વનિ પ્રદૂષણ નિયંત્રિત કરવા રજૂઆત

Vadodara : વડોદરામાં વાર તહેવારોએ ખૂબ ઊંચા અવાજે લાઉડ સ્પીકર-ડીજે વગાડવા ઉપરાંત આંખોને નુકસાન કરે તેવી લેસર લાઈટોનો ઉપયોગ ખૂબ વધી ગયો હોવાથી ધ્વનિ પ્રદુષણ નિયંત્રિત કરવાની રજૂઆત સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ કરવામાં આવી છે.

વિશ્વામિત્રી બચાવો સમિતિ આ અંગે રજૂઆત કરતા કહે છે કે શહેરમાં અંદાજે 80 થી 100 ડેસીબલના અવાજ પેદા કરતા ડી.જે. અને લાઉડસ્પીકરનો ઉપયોગ વારંવાર આવતા ધાર્મિક તહેવારો અને લગ્ન પ્રસંગોમાં કરાતો રહે છે. કાન ફાડી નાખતા અવાજો કાયમી બહેરાશ લાવી શકે છે, તેમ ડોક્ટરો  કહે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ધ્વનિ નિયંત્રણ કરવા અપાયો છે. વડોદરા પોલીસે તા.23/08/2025 થી તા.08/09/2025 સુધીના સમય માટે નોઈઝ પોલ્યુશન પ્રતિબંધ માટે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાં મુજબ શાંત વિસ્તારમાં 50 ડેસીબલ, રહેણાંક વિસ્તારમાં 55 ડેસીબલ, વાણીજ્ય વિસ્તારમાં 65 ડેસીબલની મહત્તમ માત્ર નક્કી કરેલી છે. જો તેના કરતાં વધુ અવાજ હોય તો તેની ઉપર  પ્રતિબંધ મુકાયેલો છે. આ ઉપરાંત આંખો આંજી દેતી, અત્યંત પ્રકાશ ફેક્તી લેસર લાઈટોનો ઉપયોગ ખુબ વધી ગયેલો છે, જે જોખમી છે. સપ્ટેમ્બર-2022 માં મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે ગણેશોત્સવ દરમ્યાન લેસર લાઈટના કારણે 65 જેટલા યુવાનોને એકએક દ્રષ્ટિ ગુમાવવી, ધૂંધળું દેખાવું જેવી અસરો થયેલી હતી.