Get The App

સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા મામલે વધુ એક આરોપી ઝડપાયો

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા મામલે વધુ એક આરોપી ઝડપાયો 1 - image

ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો

મ્યૂલ એકાઉન્ટ થકી વહીવટ કરનારો શખ્સ બે દિવસના રિમાન્ડ પર

ભાવનગર: મ્યૂલ એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા મામલે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે વધુ એક શખ્સને પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

ભાવનગર શહેરના ભીલવાડા સર્કલ ખાતે રહેતો સરફરાજ હમીદભાઇ લાખાણી નામનો શખ્સ પોતાના આથક ફાયદા સારૂ જાણતા હોય કે તેના મ્યુલ ખાતામાં જમા થયેલ નાણા ફ્રોડ, ચોરી રકમના હોય તેમ છતા તેમના ઉપરોક્ત મ્યુલ ખાતામાં તા.૧૩ માર્ચ ૨૦૨૫ થી તા.૧૭ માર્ચ ૨૦૨૫ સુધીમાં સાયબર ફ્રોડના રૂપીયા જમા કરાવડાવી તેના ખાતામાં ફ્રોડ રકમના નાણા મેળવી જે સાયબર અરજીના ફ્રોડ રકમના કુલ રૂ.૧૯,૨૨,૦૦૦ મ્યુલ ખાતામાંથી યુપીઆઈ, એટીએમ અને ચેક મારફતે ઉપાડી ફ્રોડ ચોરી કરેલ રકમના સગેવગે કરી હતી.આ બનાવ સંદર્ભે ઘોઘારોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ વંકાણીએ ઘોઘા રોડ પોલીસ કોચકમાં ગત ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ નારોજ નોંધાઈ હતી અને સરફરાજની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યા બાદ પોલીસ તપાસમાં આ બનાવ સંદર્ભે વધુ એક શખ્સનું નામ ખૂલ્યું હતું. તદુપરાંત  ઘોઘારોડ પોલીસ મથક દ્વારા મુનાફ કરીમભાઈ શેખની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાનું ઘોઘારોડ પોલીસ મથકના પીએસઆઇ માલવીયાએ જણાવ્યું હતું.