Get The App

જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત 1 - image


Anganwadi Sisters Strike In Jamnagar : જામનગર જિલ્લાની આંગણવાડીની બહેનો પોતાની વિવિધ માંગણીઓને લઈને આજે(12 ફેબ્રુઆરી, 2026) એક દિવસની હડતાલ ઉપર ઉતાર્યા હતા. જેમાં 400થી વધુ બહેનોએ પોતાની માંગણીને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

વિવિધ 21 માંગણીઓને લઈને આંગણવાડી બહેનોની એક દિવસીય હડતાલ

ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો હોવા છતાં વધારે મહેનતાણું ચૂકવવામાં નહીં આવતા આજે ગુરુવારે 400થી વધુ બહેનો પોતાના કામથી અળગા રહી હતી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને મહેનતાણા ઉપરાંત જુદી-જુદી 21 માંગણીઓ મામલે રજૂઆત કરી હતી. 

જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત 2 - image

આ પણ વાંચો: અમરેલીમાં પડતર માંગણીઓ સાથે આંગણવાડી કાર્યકરોનો દેખાવ, સરકાર સામે સૂત્રોચ્ચાર

આંગણવાડીની બહેનોએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો હોવા છતાં મહેનતાણું ચૂકવવામાં આવતું નથી. હેલ્પરને રૂ.20,400 અને કાર્યકર બહેનોને રૂ.24,800નો પગાર મંજૂર થયો છે, તેમ છતાં ચૂકવવામાં આવતો નથી અને વધુ કામગીરી કરાવવામાં આવે છે. 

તેમજ સ્માર્ટ ફોનમાં કામગીરી કરવાની રહે છે. પરંતુ ફોન પણ આપવામાં આવ્યા નથી. આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

જામનગરમાં આંગણવાડી બહેનોની હડતાલ, વિવિધ 21 માંગણીઓને લઈને કલેકટરને રજૂઆત 3 - image