Gujarat

જામનગર નજીક સાપર ગામમાંથી દારૂના 336 નંગ ચપલા સાથે એક આરોપી ઝડપાયો

By GS TEAM
6 Mar 20261 min read
TukuTouch Logo
જામનગર-ખંભાળિયા હાઈવે પર શાપર ગામમાં વીજ કંપનીની બંધ પડેલી પડતર ઓફિસમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી પોલીસે પાડેલા દરોડામાં 336 ચપલા સાથે શાપર ગામનો એક શખ્સ ઝડપાઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક સાપર ગામમાંથી દારૂના 336 નંગ ચપલા સાથે એક આરોપી ઝડપાયો

Jamnagar Liquor Case : જામનગર-ખંભાળિયા હાઈવે પર શાપર ગામમાં વીજ કંપનીની બંધ પડેલી પડતર ઓફિસમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી પોલીસે પાડેલા દરોડામાં 336 ચપલા સાથે શાપર ગામનો એક શખ્સ ઝડપાઈ ગયો છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ગામથી આગળ શાપર ગામ નજીક એક પડતર મકાનમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈરાત્રે શાપરમાં જીઈબીની બંધ પડેલી પડતર ઓફિસમાં દરોડો પાડ્યો હતો.

આ ઓફિસમાં તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના 336 ચપલા મળી આવ્યા હતા. આ જથ્થા સાથે શાપર ગામના અજયસિંહ રણજીતસિંહ જાડેજા ઉર્ફે લાલા નામના શખ્સની ધરપકડ કરાઈ છે. પોલીસે દારૂનો જથ્થો, એક મોબાઈલ મળી કુલ રૂ.722000 નો મુદ્દામાલ કબજે લીધો છે.