Gujarat

અમરેલી: સિંહ પજવણી અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ મામલે વધુ બે આરોપીની ધરપકડ

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
અમરેલીમાં ગીર પૂર્વ વનવિભાગે સિંહ પજવણી અને પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશના વાયરલ વીડિયો મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ 8 આરોપીઓ ઝડપાયા હતા. નાયબ વન સંરક્ષક વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા પ્રભાસપાટણના સેલત સમીર અને શેખ સિબ્તનની ધરપકડ કરી. વનવિભાગે વન્યજીવોની સુરક્ષા માટે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: સિંહ પજવણી અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ મામલે વધુ બે આરોપીની ધરપકડ

Amreli News: અમરેલીમાં ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા સિંહ પજવણી અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વનવિભાગે આ ગુનામાં સંપ્રક્ત વધુ બે આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ આઠ આરોપીઓની ધરપકડ કરાઈ

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર વન્યજીવ પજવણીનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેને ધ્યાને લઈ વનવિભાગે બાબતને અત્યંત ગંભીરતાથી લઈને તપાસ તેજ કરી હતી. નાયબ વન સંરક્ષક વિકાસ યાદવના સીધા માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ કેસમાં અગાઉ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. દરમિયાન, ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ અને મળેલા સુરાગોના આધારે પ્રભાસપાટણ (વેરાવળ)ના રહેવાસી સેલત સમીર સતાર અને શેખ સિબ્તન આરીફ નામના વધુ બે શખસોની વનવિભાગે ધરપકડ કરી છે.

ગીરના સંવેદનશીલ અને પ્રતિબંધિત વિસ્તારોમાં ગેરકાયદે પ્રવેશ કરવો તેમજ સિંહોની પજવણી કરવી એ ગંભીર વન અપરાધ છે. વનવિભાગે સ્પષ્ટ ચેતવણી આપવાની સાથે જાહેર જનતાને અપીલ કરી છે કે વન્યજીવોની સુરક્ષા અને સંરક્ષણ માટે કાયદાનું કડકપણે પાલન કરવું, અન્યથા આવા ગુનાઓમાં સામેલ તમામ લોકો સામે કડકમાં કડક કાનૂની પગલાં ભરવામાં આવશે.