Get The App

VIDEO | ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી વધી: અમરેલીમાં લાખોના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા, 4 ફરાર

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO | ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી વધી: અમરેલીમાં લાખોના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા, 4 ફરાર 1 - image

Amreli LCB Busts Liquor Racket: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરની ઘટના સામે આવી રહી છે. તેવામાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમરેલી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના લાખોના જથ્થા સાથે ત્રણ શખસોને દબોચી લીધા છે. પોલીસે દારૂ, બે મોંઘીદાટ કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલીમાં લાખોના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા, 4 ફરાર

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી LCBની ટીમ રાત્રીના સમયે સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, લાઠી તરફથી એક સફેદ રંગની ક્રેટા કાર દારૂનો જથ્થો ભરીને અમરેલી તરફ આવી રહી છે, જેની આગળ એક ગ્રે કલરની સ્વીફ્ટ કાર પાઇલોટીંગ કરી રહી છે. 

રૂ.17.09 લાખનો મુદ્દામાલ જપ્ત 

ત્યારબાદ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ બંને શંકાસ્પદ વાહનોને આંતર્યા હતા. કારની તલાશી લેતા તેમાંથી હરિયાણા બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 6.04 લાખની કિંમતની વિદેશી દારૂની કુલ 636 બોટલ, બે ફોરવ્હીલ કાર, 6 મોબાઈલ સહિત રૂ.17.09 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

ત્રણ આરોપીની ધરપકડ

- મનોજ વિરેન્દ્રકુમાર મહેતા (રહે. ભીવાની, હરિયાણા)

- રામસિંહ શંભુસિંહ સીસોદીયા (રહે. અમદાવાદ, મૂળ રાજસ્થાન)

- શંભુસિંહ કેસરસિંહ સીસોદીયા (રહે. સલુમ્બર, રાજસ્થાન)

ચાર આરોપી ફરાર

- વિરેન્દ્ર ઉર્ફે વિજયપાલ જોગી

- યુવરાજભાઈ

- કાના 

- લાલાભાઈ પ્રજાપતિ 

સમગ્ર મામલે પોલીસે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માટે તમામ મુદ્દામાલ અમરેલી સિટી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. જ્યારે ફરાર ચારેય આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો: ચૂંટણી પહેલા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ, દમણથી વલસાડ આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો

ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી વધી

રાજ્યમાં આગામી 26 એપ્રિલ, 2026ના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજ્યમાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, આ દરમિયાન ચૂંટણી પહેલા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવી ઘટના સામે આવી રહી છે. જેમાં દમણથી વલસાડ આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો છે, ત્યારે હવે અમરેલીમાં પણ લાખોનો વિદેશી દારૂનો જથ્થા સાથે ત્રણ આરોપીને LCBએ દબોચી પાડ્યા છે.