Get The App

જ્ઞાનના મંદિરે તાળું: અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, BU અને ફાયર NOC નહોતી લીધી

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
જ્ઞાનના મંદિરે તાળું: અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, BU અને ફાયર NOC નહોતી લીધી 1 - image

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની વિવેકાનંદ કોલેજ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન અને ફાયર સેફ્ટી માટેના નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) વગર કોલેજ ચલાવવામાં આવતી હોવાથી મનપાએ આ કોલેજને સીલ કરી દીધી છે.

નોટિસ છતાં કાર્યવાહી નહીં

પ્રાપ્ત માહિતી અનુસાર, રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજ પાસે જરૂરી BU પરમિશન અને ફાયર NOC નહોતા. આ અંગે અગાઉ મનપા દ્વારા કોલેજ મેનેજમેન્ટને નોટિસ ફટકારવામાં આવી હતી અને નિયત સમય મર્યાદામાં આ બંને આવશ્યક દસ્તાવેજો મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી હતી. જોકે, કોલેજ દ્વારા યોગ્ય સમય મર્યાદામાં BU પરમિશન અને ફાયર NOC મેળવવામાં ન આવતાં, આખરે મનપાએ જાહેર સલામતીના નિયમોના ભંગ બદલ કડક પગલું ભર્યું અને કોલેજને સીલ કરી દીધી છે.

આ પણ વાંચો: અંકલેશ્વર નજીક રીક્ષા-બાઈક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ ભડકતાં મહિલાનું મોત, 4 ઈજાગ્રસ્ત


જ્ઞાનના મંદિરે તાળું: અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, BU અને ફાયર NOC નહોતી લીધી 2 - image

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે BU પરમિશન અને ફાયર NOC હોવા ફરજિયાત છે. મનપાની આ કાર્યવાહી અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ ચેતવણીરૂપ છે, જેઓ જરૂરી સલામતીના ધોરણોનું પાલન કરતા નથી.