Get The App

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે 'કાર પુલિંગ' અને 'ટુ-વ્હીલર શેરિંગ' ફરજિયાત

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે 'કાર પુલિંગ' અને 'ટુ-વ્હીલર શેરિંગ' ફરજિયાત 1 - image


Fuel Conservation: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પેટ્રોલ-ડીઝલની ખપત ઘટાડવા સહિતની અપીલ કરી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે 'કાર પુલિંગ' અને 'ટુ-વ્હીલર શેરિંગ' ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. 

'કાર પુલિંગ' અને 'ટુ-વ્હીલર શેરિંગ' ફરજિયાત

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાજેતરમાં એક પરિપત્ર જાહેર કરીને પેટ્રોલ અને ડીઝલ જેવી રાષ્ટ્રીય સંપત્તિના બચાવ માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. પરિપત્ર અનુસાર, જે કર્મચારીઓ એક જ ઓફિસ કમ્પાઉન્ડમાં અથવા નજીકની ઓફિસમાં ફરજ બજાવે છે, તેઓએ ફરજ પર આવવા-જવા માટે એકલદોકલ વાહન લાવવાને બદલે પોતાના નિવાસસ્થાનની નજીક રહેતા અન્ય સાથી કર્મચારીઓ સાથે 'કાર પુલિંગ' કે ટુ-વ્હીલર શેરિંગ કરવાનું રહેશે.

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે 'કાર પુલિંગ' અને 'ટુ-વ્હીલર શેરિંગ' ફરજિયાત 2 - image

એટલું જ નહીં, ફિલ્ડ વિઝિટ દરમિયાન પણ અધિકારીઓએ વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ટાળીને સાથી અધિકારીઓ સાથે મળીને વાહન શેર કરવાનું રહેશે, જેથી ઈંધણનો ન્યૂનતમ વપરાશ થાય અને પર્યાવરણની જાળવણીમાં પણ સહયોગ મળી રહે. તેમજ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા સૂચન કરવામાં આવ્યું છે. જેમાં પાલિકા કમિશનર સહિતના અધિકારીઓ મિટિંગ કે સ્પોટ વિઝિટમાં જાય ત્યારે અલગ અલગ ગાડીમાં જવાના બદલે એક જ ગાડીમાં જવાની જાહેરાત મ્યુનિ. કમિશનરે કરી છે. 

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે 'કાર પુલિંગ' અને 'ટુ-વ્હીલર શેરિંગ' ફરજિયાત 3 - image

સુરત પાલિકા તંત્રએ પણ પેટ્રોલ- ડીઝલની બચત માટે પ્રયાસ શરુ કર્યો છે. જેમાં સુરત મ્યુનિસિપલ કમિશનરે એમ. નાગરાજને પણ પેટ્રોલ-ડીઝલની બચત માટેની અગત્યની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સુરત પાલિકાના અધિકારીઓ હવે અલગ-અલગ ગાડી વાપરવાને બદલે એક જ ગાડીમાં આવે. તેમજ મિટિંગમાં જવા કે કોઈ સ્પોટની વિઝિટ કરવા કર્મચારી-અધિકારી એક કારનો ઉપયોગ કરે. 

આ પણ વાંચો: ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે 'નો વ્હીકલ ઝોન', વર્ક ફ્રોમ હોમ અને જાહેર પરિવહન પર ભાર

મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ મહત્તમ ઈ-વ્હીકલનો ઉપયોગ થઈ રહ્યો છે અને સામુહિક પરિવહનમાં હાલ ડીઝલ બસ ચાલી રહી છે તે તબક્કાવાર બંધ કરી ઈ બસ દોડાવવા માટે પણ આયોજન છે તેવું કહ્યું હતું.