Get The App

ચરસી યુવાને મેલી વિદ્યાથી યુવકને બેહોશ કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધાના આક્ષેપ

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
ચરસી યુવાને મેલી વિદ્યાથી યુવકને બેહોશ કરી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધાના આક્ષેપ 1 - image

Vadodara : વડોદરાના દક્ષિણ છેવાડે આવેલા ભાયલી વિસ્તારના નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલા ચાના ગલ્લે અચાનક ધસી આવેલા ચરસી યુવકે પથ્થરમારો કરીને ચાના ગલ્લે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બહુ રૂપિયા જેવા ચરસી યુવકે મોડી સાંજે મેલી વિદ્યાના સહારે યુવકને બેહોશ કરી તેના ખિસ્સામાંથી 1300 રૂપિયા પડાવી લીધા હોવાના આક્ષેપ લોકોએ કર્યા હતા. રોડ પરથી પસાર થતા વાહનો આગળ આ બહુ રૂપિયો સુઈ જવાનું નાટક પણ કરતો રહ્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડે આવેલા ભાયલી વિસ્તારના નાયરા પેટ્રોલ પંપ પાસે રાજપથ કોમ્પ્લેક્સ આવેલું છે જ્યાં ચા પાણી માટે કેટલાક લોકો ગલ્લે ઉભા હતા ત્યારે અચાનક લથડીયા ખાતો એક ચરસી પહોંચ્યો હતો. જ્યાં હાથ પકડતા જ એક યુવક અર્ધ બેહોશ થઈ ગયો હતો પરિણામે બહુરૂપી ચરસીએ તેના ખિસ્સામાંથી રૂપિયા 1300 તફડાવીને વધુ નાણાની માંગ કરી હતી. આ ઉપરાંત પથ્થરમારો કરતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જાહેર રોડ પરથી  પસાર થતા વાહનો આગળ બહુ રૂપિયા ચરસી યુવકે સુઈ જઈને તાઈફો કર્યો હોવાનું પણ જાણવા મળે છે.