Gujarat

અમદાવાદની મહિલાને રિફંડની લાલચમાં 86 હજારનો ચૂનો, ઠગોએ વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલ કર્યો હેક

By GS TEAM
6 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યુ મહાવીર નગર સોસાયટીમાં રહેતા 53 વર્ષીય મહિલા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. ઓનલાઈન ગ્રોસરી એપ્લિકેશન ઝેપ્ટોના રિફંડના બહાને અજાણ્યા ઠગે તેમની પાસેથી 'CUSTOMER SUPPORT.APK' નામની ફાઇલ ડાઉનલોડ કરાવીને તેમનો મોબાઈલ હેક કર્યો હતો. આ ટેકનિકલ છેતરપિંડીના માધ્યમથી ફરિયાદીના વિવિધ બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂપિયા 86,481ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદની મહિલાને રિફંડની લાલચમાં 86 હજારનો ચૂનો, ઠગોએ વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલ કર્યો હેક
AI IMAGE

Refund Scam in Ahmedabad: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યુ મહાવીર નગર સોસાયટીમાં રહેતા 53 વર્ષીય મહિલા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. ઓનલાઈન ગ્રોસરી એપ્લિકેશન ઝેપ્ટોના રિફંડના બહાને અજાણ્યા ઠગે તેમની પાસેથી 'CUSTOMER SUPPORT.APK' નામની ફાઇલ ડાઉનલોડ કરાવીને તેમનો મોબાઈલ હેક કર્યો હતો. આ ટેકનિકલ છેતરપિંડીના માધ્યમથી ફરિયાદીના વિવિધ બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂપિયા 86,481ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

શાકભાજીના ઓર્ડર રિટર્ન કરાયા બાદ છેતરપિંડી

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ફરિયાદી સરલાબેને ઝેપ્ટો મારફતે શાકભાજીનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી બોય દ્વારા ઓર્ડર મુજબ નાના રીંગણના બદલે મોટા રીંગણની ડિલિવરી આપવામાં આવી હતી. જ્યારે ફરિયાદીએ આ રીંગણ પરત લઈ જવા જણાવ્યું ત્યારે ડિલિવરી બોયે રિટર્ન લેવાનો ઇનકાર કરીને કસ્ટમર કેરમાં વાત કરી લેવા જણાવ્યું હતું. ત્યારબાદ, ફરિયાદીએ ગૂગલમાં ઝેપ્ટોના કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો, જેના પરથી તેમને એક નંબર મળ્યો. આ નંબર પર કોલ કરતાં, સામાવાળાએ બીજો એક નંબર આપી તેના પર કોલ કરવાનું કહ્યું હતું.

ફરિયાદીએ જ્યારે બીજા નંબર પર કોલ કર્યો, ત્યારે તેમને વૉટ્સએપ પર 'HY' મેસેજ અને ત્યારબાદ વૉટ્સએપ કોલ આવ્યો. કોલ કરનારે પોતાનું નામ વિકાસ જણાવીને પોતે ઝેપ્ટોમાંથી બોલતો હોવાની ઓળખ આપી. વિકાસે ફરિયાદીને વિશ્વાસમાં લઈને જણાવ્યું કે તે એક એપ્લિકેશન મોકલે છે, જે ઓપન કરીને ચેક કરવાથી રૂપિયા 24નું રિફંડ તેમના ખાતામાં તુરંત જમા થઈ જશે.

મોબાઈલ હેક કરવા APK ફાઈલનો ઉપયોગ

ઠગ વિકાસ દ્વારા ફરિયાદીને વૉટ્સએપ પર 'CUSTOMER SUPPORT.APK' નામની એક ફાઇલ મોકલવામાં આવી હતી. જે ફરિયાદીએ તેના કહેવા મુજબ ઓપન કરી હતી. એપ્લિકેશન ઓપન થયા બાદ, વિકાસે ફરિયાદીને તેમના વિવિધ બેંક ખાતાઓમાં યુપીઆઈ પિન નાખીને રિફંડની રકમ ચેક કરવાનું કહ્યું હતું. ફરિયાદીએ બેંક ઓફ બરોડાના બે ખાતા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં યુપીઆઈ પિન નાખીને ચેક કર્યું, પરંતુ કોઈ રકમ જમા થઈ નહોતી.

જ્યારે ફરિયાદીએ વિકાસને આ અંગે જાણ કરી કે કોઈ રકમ આવી નથી, ત્યારે ઠગ વિકાસે તાત્કાલિક કોલ કટ કરી દીધો હતો. તેના બેથી ત્રણ મિનિટની અંદર જ ફરિયાદીના મોબાઈલ પર તેમના બેંક ખાતામાંથી અને ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ડેબિટ થવાના મેસેજ આવવાના શરૂ થઈ ગયા હતા. APK ફાઇલના માધ્યમથી ઠગોએ ફરિયાદીના મોબાઈલનો એક્સેસ મેળવીને તેમના ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હતા.

કુલ રૂપિયા 86,481ની રકમની છેતરપિંડી

આ ઓનલાઈન છેતરપિંડીમાં ફરિયાદી સરલાબેને જુદા જુદા ખાતાઓમાંથી કુલ રૂપિયા 86,481 ગુમાવ્યા હતા. છેતરપિંડીનો ભોગ બન્યા બાદ ફરિયાદીએ1 જુલાઇ 2025 ના રોજ સાયબર ફ્રોડ અંગેની વિગત સાયબર હેલ્પલાઇન 1930 ઉપર નોંધાવી હતી. ત્યારબાદ તેમણે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ દાખલ કરી છે.