Gujarat

અમદાવાદના ફતેહવાડીમાં ચાની કિટલીએ બેસવા જેવી બાબતે ફાયરિંગ, છરી સાથે 3 લોકોનો હુમલો

By GS TEAM
13 Feb 20261 min read
TukuTouch Logo
અમદાવાદના વેજલપુરમાં ફતેહવાડી નજીક આવેલી એક ચાની કિટલી પર અગાઉની અદાવત રાખીને ત્રણ શખસોએ ફાયરિંગ કરીને અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકને ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના ફતેહવાડીમાં ચાની કિટલીએ બેસવા જેવી બાબતે ફાયરિંગ, છરી સાથે 3 લોકોનો હુમલો

Ahmedabad Vejalpur Firing: અમદાવાદના વેજલપુરમાં ફતેહવાડી નજીક આવેલી એક ચાની કિટલી પર અગાઉની અદાવત રાખીને ત્રણ શખસોએ ફાયરિંગ કરીને અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકને ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે અંદાજે દોઢ વાગ્યાની આસપાસ મુદસર અહેમદખાન પઠાણ પોતાની ચાની કિટલી પર હતા. આ દરમિયાન અરબાઝ નામનો શખસ અને તેના અન્ય બે મિત્રો ત્યાં આવી પહોંચ્યા હતા. અગાઉ કિટલી પર બેસવા જેવી બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને આ ત્રણેય શખસોએ મુદસર સાથે બોલાચાલી શરૂ કરી હતી અને બેફામ ગાળો આપી હતી. હુમલાખોરો 'ફૈઝાન ક્યાં છે? આજે તેને જાનથી મારી નાખવો છે' તેમ કહીને ધમકાવવા લાગ્યા હતા.

ઉગ્ર ઝઘડો થતાં અરબાઝે પોતાની બંદૂક કાઢી મુદસર પર ફાયરિંગ કર્યું હતું. આ ગોળી મુદસરના જમણા પગના પંજાના ભાગે વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલાખોરોએ બીજી ગોળી પણ ચાની કિટલી તરફ ચલાવી હતી, જેના કારણે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બૂમાબૂમ થતા આજુબાજુના લોકો ભેગા થઈ જવાથી અરબાઝ અને તેના બે મિત્રો છરીઓ અને હથિયારો સાથે ત્યાંથી નાસી છૂટ્યા હતા. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.