Get The App

અમદાવાદના ફતેહવાડીમાં રૂ.12 લાખના દાગીના-રોકડ ચોરનાર બંને મહિલાની ધરપકડ

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના ફતેહવાડીમાં રૂ.12 લાખના દાગીના-રોકડ ચોરનાર બંને મહિલાની ધરપકડ 1 - image


Ahmedabad Theft Case: અમદાવાદમાં વિશ્વાસઘાત અને ચોરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફતેવાડી વિસ્તારમાં વર્ષોથી ઘરકામ કરતી બે મહિલાઓએ મકાનમાલિકના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી હતી. મકાનમાલિકે શંકાના આધારે બેડરૂમમાં લગાવેલા છુપા સીસીટીવી કેમેરામાં બંને મહિલાઓ તિજોરી સાફ કરતી કેદ થઈ હતી. સમગ્ર મામલે મકાનમાલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે મુદ્દામાલ સાથે બંને મહિલાની ધરપકડ કરી છે. 

તિજોરીમાંથી કિંમતી સામાન ગાયબ થતા જાગી શંકા

મળતી માહિતી અનુસાર, ફતેવાડીમાં પોલ્ટ્રી ફાર્મનો વ્યવસાય કરતા મહેંદીરજા મરચન્ટે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના ઘરે છેલ્લા કેટલાક સમયથી કૌસરબહેન અને પરવીનબહેન નામની બે મહિલાઓ સાફસફાઈ માટે આવતી હતી. ગત એપ્રિલ માસમાં મહેંદીરજાની પત્ની પિયર ગઈ હોવાથી ઘરના સભ્યોની ગેરહાજરીનો લાભ ઉઠાવી આ બંને મહિલાઓએ તિજોરી પર હાથ સાફ કર્યો હતો.

અમદાવાદના ફતેહવાડીમાં રૂ.12 લાખના દાગીના-રોકડ ચોરનાર બંને મહિલાની ધરપકડ 2 - image

આ પણ વાંચો: અમદાવાદની વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

સીસીટીવી કેમેરાની મદદથી ભાંડો ફૂટ્યો

30મી એપ્રિલના રોજ ફરિયાદીના માતાએ તિજોરી ખોલતા જાણવા મળ્યું કે 60 હજાર રોકડા અને દાગીનાનું એક પાઉચ ગાયબ છે. પાંચમી મેના રોજ ઘરમાં તપાસ કરવા છતાં સામાન ન મળતા મહેંદીરજાએ શંકાના આધારે બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા. છઠ્ઠી મેના રોજ રાત્રે ફૂટેજ ચેક કરતા બંને મહિલાઓ તિજોરીનું લોકર ખોલીને બીજું પાઉચ પણ ચોરતી રંગેહાથ કેદ થઈ હતી.

અમદાવાદના ફતેહવાડીમાં રૂ.12 લાખના દાગીના-રોકડ ચોરનાર બંને મહિલાની ધરપકડ 3 - image

કુલ 12.25 લાખની મત્તાની ચોરી

તપાસમાં બહાર આવ્યું છે કે બંને મહિલાઓએ મળીને કુલ 12.25 લાખ રૂપિયાની ચોરી કરી હતી, જેમાં 10 તોલાની સોનાની 13 વીંટી, હીરાની 2 વીંટી, અઢી તોલાનો સોનાનો પેન્ડન્ટ સેટ અને 60,000 રૂપિયાની રોકડ રકમનો સમવાશ થાય છે.

મહેંદીરજાએ સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે રજૂ કરી કૌસરબહેન અને પરવીનબહેન સામે ચોરી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને બંને મહિલાઓની અટકાયત કરવાની અને ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ શરૂ કરી છે.