ભારતીય ઉદ્યોગોના સહકાર સાથે એરફોર્સનું સંશોધન અને વિકાસના ૧૮૦ જેટલા પ્રોજેક્ટો પર ચાલતું કામ
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ઉદ્યોગોની ભાગીદારી હવે વધી રહી છે. ઇન્ડિયન એરફોર્સ આધુનિક સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજી માટે ૧૮૦થી વધુ સંશોધનો તેમજ વિકાસના પ્રોજેક્ટો પર ભારતીય ઉદ્યોગો સાથે મળીને કામ કરે છે તેમ આજે વડોદરામાં એરફોર્સના અધિકારીએ જણાવ્યું હતું.
સંરક્ષણ ક્ષેત્રમાં જાહેર-ખાનગી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના હેતુથી ઉદ્યોગ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત વડોદરા એરફોર્સ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન એર કોમોડર જી.ડી. સિંગે જણાવ્યું હતું કે વાયુસેનામાં ભારતીય કંપનીઓનું સતત યોગદાન વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમારી તમામ વાસ્તવિક પરિસ્થિતિઓથી ઉદ્યોગ જગતને વાકેફ કર્યા છે.
વાયુ યોદ્દાઓ, મેન્ટેનન્સ સ્ટાફ, એડમિનિસ્ટ્રેશન અને સિક્યુરિટી સ્ટાફ તેમજ ટેકનોલોજી સહિતના મુદ્દાઓને ઉદ્યોગો સમજી શકે કે એરફોર્સ કઇ સ્થિતિમાં કામ કરી રહ્યું છે જેથી ઉદ્યોગો વધુ ગુણવત્તાયુક્ત શ્રેષ્ઠ પ્રોડક્ટ તૈયાર કરી શકે. તેમણે ઉમેર્યું હતું કે ઉદ્યોગ જગતના આ પ્રતિનિધિઓને આજે એરફોર્સની કાર્યપધ્ધતિ નજીકથી બતાવવામાં આવી છે.
સરકારના મેક, આઇડેક્સ અને ટીડીએફ હેઠળ વિવિધ પ્રોડક્ટ એરફોર્સ માટે બનાવવામાં આવે છે તેના માટે ભારતીય ઉદ્યોગોને પણ ખબર હોવી જોઇએ કે એરફોર્સ કઇ સ્થિતિમાં ઓપરેટ કરે છે જેથી તેઓ સારી પ્રોડક્ટ તરફ ધ્યાન આપી શકે. તેમણે કહ્યું હતું કે એરફોર્સમાં ભારતીય કંપનીઓનું સતત યોગદાન રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતે આજે સરકારી, ખાનગી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઇ એકમો તેમજ વિવિધ સંશોધન સંસ્થોના મળી ૨૦૦ જેટલા એકમોના પ્રતિનિધિઓએ પ્રથમ વખત ભાગ લીધો હતો. તેમણે એરફોર્સમાં તૈનાત તેજસ, સ્પેનથી આવેલ સી-૨૯૫ કોર્ગો એર ક્રાફ્ટ સહિતના વિમાનો પણ બતાવ્યા હતાં.ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ઉદ્યોગોની ભાગીદારી હવે વધી રહી છે. ઇન્ડિયન એરફોર્સ આધુનિક સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજી માટે ૧૮૦થી વધુ સંશોધનો તેમજ વિકાસના પ્રોજેક્ટો પર ભારતીય ઉદ્યોગો સાથે મળીને કામ કરે છે તેમ આજે વડોદરામાં એરફોર્સના અધિકારીએ જણાવ્યું હતું.
સંરક્ષણ ક્ષેત્રમાં જાહેર-ખાનગી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના હેતુથી ઉદ્યોગ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત વડોદરા એરફોર્સ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન એર કોમોડર જી.ડી. સિંગે જણાવ્યું હતું કે વાયુસેનામાં ભારતીય કંપનીઓનું સતત યોગદાન વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમારી તમામ વાસ્તવિક પરિસ્થિતિઓથી ઉદ્યોગ જગતને વાકેફ કર્યા છે.
વાયુ યોદ્દાઓ, મેન્ટેનન્સ સ્ટાફ, એડમિનિસ્ટ્રેશન અને સિક્યુરિટી સ્ટાફ તેમજ ટેકનોલોજી સહિતના મુદ્દાઓને ઉદ્યોગો સમજી શકે કે એરફોર્સ કઇ સ્થિતિમાં કામ કરી રહ્યું છે જેથી ઉદ્યોગો વધુ ગુણવત્તાયુક્ત શ્રેષ્ઠ પ્રોડક્ટ તૈયાર કરી શકે. તેમણે ઉમેર્યું હતું કે ઉદ્યોગ જગતના આ પ્રતિનિધિઓને આજે એરફોર્સની કાર્યપધ્ધતિ નજીકથી બતાવવામાં આવી છે.
સરકારના મેક, આઇડેક્સ અને ટીડીએફ હેઠળ વિવિધ પ્રોડક્ટ એરફોર્સ માટે બનાવવામાં આવે છે તેના માટે ભારતીય ઉદ્યોગોને પણ ખબર હોવી જોઇએ કે એરફોર્સ કઇ સ્થિતિમાં ઓપરેટ કરે છે જેથી તેઓ સારી પ્રોડક્ટ તરફ ધ્યાન આપી શકે. તેમણે કહ્યું હતું કે એરફોર્સમાં ભારતીય કંપનીઓનું સતત યોગદાન રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતે આજે સરકારી, ખાનગી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઇ એકમો તેમજ વિવિધ સંશોધન સંસ્થોના મળી ૨૦૦ જેટલા એકમોના પ્રતિનિધિઓએ પ્રથમ વખત ભાગ લીધો હતો. તેમણે એરફોર્સમાં તૈનાત તેજસ, સ્પેનથી આવેલ સી-૨૯૫ કોર્ગો એર ક્રાફ્ટ સહિતના વિમાનો પણ બતાવ્યા હતાં.