Get The App

યાત્રી કાર્ડ કઢાવવાના નામે ઠગાઇ કરતી ગેંગના બે સાગરિતો અંતે ઝડપાયા

અમદાવાદ સહિતના શહેરોમાં છેતરપિંડી આચરી હતી

ટીટી તરીકે ઓળખ આપીને બનાવટી ટિકિટ આપનાર યુવકને પણ સીસીટીવી ફુટેજના આધારે ઝડપી લેવાયો

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
યાત્રી કાર્ડ કઢાવવાના નામે ઠગાઇ કરતી ગેંગના બે સાગરિતો અંતે ઝડપાયા 1 - image

અમદાવાદ, ગુરૂવાર

કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોને યાત્રી કાર્ડ કઢાવવાના નામે નાણાં પડાવનાર ગેંગ અને નકલી ટિકિટ આપીને છેતરપિંડી કરનાર ગઠિયાને ઝડપી લેવામાં રેલવે પોલીસને સફળતા મળી છે. ઝડપાયેલા આરોપીઓએ કાલુપુર રેલવે સ્ટેશન જ નહી પણ અન્ય અન્ય શહેરોના રેલવે સ્ટેશનોમા ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હોવાની વિગતો પ્રાથમિક પુછપરછમાં જાણવા મળી છે.

યાત્રી કાર્ડ કઢાવવાના નામે ઠગાઇ કરતી ગેંગના બે સાગરિતો અંતે ઝડપાયા 2 - imageમુળ બિહારના ગોપાલગંજ જિલ્લામાં રહેતો સંજય કેસરી અમરેલી ખાતે નોકરી કરે છે. હોળીના તહેવારની રજામાં તેને વતનમાં જવાનું હોવાથી બાર દિવસ પહેલા અમદાવાદ કાલપુર રેલવે સ્ટેશન પર  ટિકિટ બુક કરાવવા માટે આવ્યા હતા. ટિકિટ બારી સામે રીક્ષા સ્ટેન્ડ પર ઉભેલા બે વ્યક્તિઓએ તેમની પાસે આવીને જણાવ્યું હતું કે રેલ યાત્રી કાર્ડ કઢાવી લો એટલે તમને કોઇ દંડ નહી કરે. કાર્ડ માત્ર ૧૦ રૂપિયામાં થઇ જશે. બાદમાં તેણે સંજય કેસરીના મોબાઇલમાંથી બેંકની વિગતો એટીએમ કાર્ડનો નંબર મેળવીને કાર્ડ કઢાવી આપવાનું કહીને તેની પાસે રહેલી બેગ સાચવવા આપવાનું કહીને જતો રહ્યો હતો.બાદમાં તે પરત ન આવતા સંજયને છેતરપિંડી થયાની જાણ થઇ હતી. આ મોડ્સ ઓપરેન્ડીથી અગાઉ પણ ગુના બની ચુક્યા હોવાથી રેલવે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એફ એ ચૌધરી અને તેમના સ્ટાફે મીઠુસિંગ વનેસીંગ (રહે. પાલી, રાજસ્થાન) અને પ્રાણસિંગ જાટવ (રહે. શિવપુરી, મધ્યપ્રદેશ)ને  ઝડપી લીધા હતા. તેમણે યાત્રીકાર્ડના નામે માત્ર અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની સાથે અન્ય રેલવે સ્ટેશનોમાં પણ અન્ય રાજ્યોમાં જતા યુવકોને છેતર્યા હતા. 

યાત્રી કાર્ડ કઢાવવાના નામે ઠગાઇ કરતી ગેંગના બે સાગરિતો અંતે ઝડપાયા 3 - imageઅન્ય બનાવમાં સાણંદ ટાટા પ્લાન્ટમાં નોકરી કરતો વિજય બર્મા  પાંચ દિવસ પહેલા ટિકિટ બુક કરાવવા માટે રેલવે સ્ટેશન પર આવ્યો હતો. ત્યારે એક યુવકે ટીટી તરીકે ઓળખ આપીને ટિકિટ કન્ફર્મ કરાવી આપવાનું નાણાં લઇને વોટ્સએપ પર પીડીએફ ટિકિટ મોકલી આપી હતી.

પરંતુ, આ દરમિયાન અન્ય કિસ્સા સામે આવતા રેલવે પોલીસે નકલી ટીટી બની છેતરપિંડી કરનારને સીસીટીવી ફુટેજ અને બાતમીના આધારે ઉપેન્દ્ર દ્વિવેદી (રહે. રીવા જિલ્લો, મધ્યપ્રદેશ)ને ઝડપી લીધો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.