Get The App

આગામી રથયાત્રા અને મહોરમના તહેવારોને પગલે અમદાવાદ પોલીસનું કોમ્બિંગ, અસામાજિક તત્ત્વોની અટકાયત

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
આગામી રથયાત્રા અને મહોરમના તહેવારોને પગલે અમદાવાદ પોલીસનું કોમ્બિંગ, અસામાજિક તત્ત્વોની અટકાયત 1 - image


Ahmedabad Police Combing: આગામી રથયાત્રા અને મોહરમના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો જળવાઈ રહે તે માટે અમદાવાદમાં કાગડાપીઠ અને દાણીલીમડા સહિતના વિસ્તારોમાં મંગળવારે(16 જૂન) રાતે કોમ્બિંગ કરાયું હતું. અસામાજિક તત્ત્વોને કાયદાનું ભાન કરાવવા અને ગુનાખોરી અટકાવવા ચલાવવામાં આવેલી ડ્રાઈવમાં શંકાસ્પદો સામે અટકાયતી પગલાં લઈ ડઝનબંધ કેસ કરવામાં આવ્યા હતા, તેમજ વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો.

રથયાત્રા અને મહોરમના તહેવારોને પગલે અમદાવાદ પોલીસનું કોમ્બિંગ

કાગડાપીઠ પોલીસે કોમ્બિંગ કરી 48 વાહનો ચેક કર્યા હતા, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો 1 અને પ્રોહિબિશનના 3 કેસ નોંધી 3 વાહનો ડિટેઈન કર્યા હતા. સાથે જ હિસ્ટ્રીશીટર અને બુટલેગરોનું પણ ચેકિંગ કર્યું હતું. બીજી તરફ, દાણીલીમડા પોલીસે અસામાજિક તત્ત્વો અને ગેરકાયદે છરી અને ચપ્પા જેવા હથિયારો રાખનારા 6 શખસોની અટકાયત કરી હતી. દાણીલીમડા વિસ્તારમાં 56 વાહનોનું ચેકિંગ કરી 8ને મેમા ફટકારી રૂપિયા 4000નો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 24 પાનના ગલ્લા તથા 13 મેડિકલ ચેક કરવામાં આવ્યા હતા. 

આમ, નશીલા પદાર્થોના વેચાણ બાબતે 100થી વધુ પાનના ગલ્લા અને 60થી વધુ મેડિકલ સ્ટોરના સ્ટોક અને બુક ચેક કરવામાં આવી હતી. કુલ 236 વાહનો ચેક કરાયા હતા, જેમાં 5 વાહનો ડિટેઈન કરી કુલ 20ની અટકાયત કરાઈ હતી. આ ઉપરાંત, 31 હિસ્ટ્રીશીટર, 45 MCR આરોપીઓ, 34 લિસ્ટેડ બુટલેગર, 7 જુગારી અને 7 તડીપારનું ચેકિંગ કરાયું હતું.