Bhavnagar

ભાવનગરના ખેડૂત સાથે 'ફ્રેન્ડશીપ ક્લબ'ના નામે ૨૦.૩૬ લાખની ઓનલાઇન છેતરપિંડી

By GS Team
1 Jul 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં નાગધણીબા ગામના 35 વર્ષીય ખેડૂત વિપુલભાઈ પરમાર સાથે રૂ. 20,36,000ની ઓનલાઈન છેતરપિંડી થઈ છે. ઇન્સ્ટાગ્રામ પર મહિલાઓ સાથે દોસ્તી કરાવી મોટી કમાણીની લાલચ આપી 'હેપી ફ્રેન્ડ ક્લબ' અને 'રંગીલા ક્લબ'ના નામે હોટેલ બુકિંગ, મેડિકલ રિપોર્ટ, અને સિક્યોરિટી ફીના બહાને આંગડિયા અને ઓનલાઈન માધ્યમથી છેતરવામાં આવ્યા હતા. ખેડૂતે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરના ખેડૂત સાથે 'ફ્રેન્ડશીપ ક્લબ'ના નામે ૨૦.૩૬ લાખની ઓનલાઇન છેતરપિંડી

મહિલાઓ સાથે દોસ્તી કરાવી મોટી કમાણીની આપી હતી લાલચ

ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈને સંપર્ક કરનાર ખેડૂતને હોટેલ બુકિંગ, મેડિકલ રિપોર્ટ અને સિક્યોરિટી ફીના બહાને આંગડિયા અને ઓનલાઇન માધ્યમથી લૂંટી લેવાયો

ભાવનગર -  જિલ્લાના નાગધણીબા ગામે રહેતા અને ખેતીકામ કરતા ૩૫ વર્ષિય ખેડૂત સાથે 'હેપી ફ્રેન્ડ ક્લબ' અને 'રંગીલા ક્લબ'ના નામે રૃપિયા ૨૦,૩૬,૦૦૦ની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ગત ૧૯ માર્ચના રોજ વિપુલભાઈ ભુપતભાઈ પરમાર પોતાના ખેતરમાં હતા ત્યારે ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ જોતી વખતે 'હાય શું આપ મારી સાથે દોસ્તી કરવા માંગો છો' તેવી એક જાહેરાત આવી હતી. તેના પર ક્લિક કરતા જ તેઓ એક અજાણ્યા વોટ્સએપ નંબર પર રીડાયરેક્ટ થયા હતા. ત્યારબાદ સાવન ભટ્ટ, અંકિતા સોની અને યશ્વી પટેલ નામના પાત્રોએ વિપુલભાઈ સાથે ટેલિફોનિક મિત્રતા કેળવી હતી અને અલગ-અલગ મહિલાઓ સાથે મુલાકાત કરાવી સેક્સ સવસ આપવાના બદલામાં મહિને રૃપિયા દોઢ લાખ કમાવવાની મોટી લાલચ આપી હતી. મહિલાઓએ વિપુલભાઈનો વિશ્વાસ જીતવા માટે ટેક્સ ઓફિસ અને ક્લબના સરકારી સિક્કાવાળી નકલી રસીદો પણ વોટ્સએપ પર મોકલી હતી. વિપુલભાઈએ અલગ-અલગ તારીખે ઓનલાઇન રૃ.૪૧,૦૦૦ અને આંગડિયા પેઢી મારફતે કુલ રૃ.૧૯,૯૫,૦૦૦ મળીને કુલ ૨૦.૩૬ લાખ રૃપિયા ગુમાવ્યા હતા. સતત વધુ નાણાંની માંગણી થતાં છેતરાયાનો અહેસાસ થતાં ખેડૂતે સાયબર પોલીસનો આશરો લીધો હતો. હાલમાં પોલીસે બીએનએસ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ચિંટરોને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.મળતી માહિતી મુજબ, ગત ૧૯ માર્ચના રોજ વિપુલભાઈ ભુપતભાઈ પરમાર પોતાના ખેતરમાં હતા ત્યારે ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ જોતી વખતે 'હાય શું આપ મારી સાથે દોસ્તી કરવા માંગો છો' તેવી એક જાહેરાત આવી હતી. તેના પર ક્લિક કરતા જ તેઓ એક અજાણ્યા વોટ્સએપ નંબર પર રીડાયરેક્ટ થયા હતા. ત્યારબાદ સાવન ભટ્ટ, અંકિતા સોની અને યશ્વી પટેલ નામના પાત્રોએ વિપુલભાઈ સાથે ટેલિફોનિક મિત્રતા કેળવી હતી અને અલગ-અલગ મહિલાઓ સાથે મુલાકાત કરાવી સેક્સ સવસ આપવાના બદલામાં મહિને રૃપિયા દોઢ લાખ કમાવવાની મોટી લાલચ આપી હતી. મહિલાઓએ વિપુલભાઈનો વિશ્વાસ જીતવા માટે ટેક્સ ઓફિસ અને ક્લબના સરકારી સિક્કાવાળી નકલી રસીદો પણ વોટ્સએપ પર મોકલી હતી. વિપુલભાઈએ અલગ-અલગ તારીખે ઓનલાઇન રૃ.૪૧,૦૦૦ અને આંગડિયા પેઢી મારફતે કુલ રૃ.૧૯,૯૫,૦૦૦ મળીને કુલ ૨૦.૩૬ લાખ રૃપિયા ગુમાવ્યા હતા. સતત વધુ નાણાંની માંગણી થતાં છેતરાયાનો અહેસાસ થતાં ખેડૂતે સાયબર પોલીસનો આશરો લીધો હતો. હાલમાં પોલીસે બીએનએસ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ચિંટરોને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.