Gujarat

નિયમો નેવે મુકાયા: પાર્કિંગ વગર જ કોમર્શિયલ બિલ્ડિંગોને ‘BU’ની લહાણી! અમદાવાદના પોશ વિસ્તારોમાં પાર્કિંગ મુદ્દે રોજની માથાકૂટ

By GS TEAM
19 Apr 20262 mins read
TukuTouch Logo
સ્માર્ટ સિટી અમદાવાદના પોશ વિસ્તારોમાં અત્યારે એક નવી મુસીબત ઊભી થઈ છે, અને તે છે પાર્કિંગ. શહેરના જાણીતા કોમર્શિયલ બિલ્ડિંગોમાં ઓફિસ માલિકો માટે તો જગ્યા છે, પરંતુ ત્યાં કામ અર્થે આવતા મુલાકાતીઓ (વિઝિટર્સ) માટે ‘નો એન્ટ્રી’ના બોર્ડ લાગી ગયા છે. વિઝિટર પાર્કિંગની જગ્યાના અભાવે સિક્યુરિટી ગાર્ડ અને જનતા વચ્ચેના ઝઘડા હવે રોજિંદી ઘટના બની ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નિયમો નેવે મુકાયા: પાર્કિંગ વગર જ કોમર્શિયલ બિલ્ડિંગોને ‘BU’ની લહાણી! અમદાવાદના પોશ વિસ્તારોમાં પાર્કિંગ મુદ્દે રોજની માથાકૂટ

Ahmedabad Parking Crisis: સ્માર્ટ સિટી અમદાવાદના પોશ વિસ્તારોમાં અત્યારે એક નવી મુસીબત ઊભી થઈ છે, અને તે છે પાર્કિંગ. શહેરના જાણીતા કોમર્શિયલ બિલ્ડિંગોમાં ઓફિસ માલિકો માટે તો જગ્યા છે, પરંતુ ત્યાં કામ અર્થે આવતા મુલાકાતીઓ (વિઝિટર્સ) માટે ‘નો એન્ટ્રી’ના બોર્ડ લાગી ગયા છે. વિઝિટર પાર્કિંગની જગ્યાના અભાવે સિક્યુરિટી ગાર્ડ અને જનતા વચ્ચેના ઝઘડા હવે રોજિંદી ઘટના બની ગયા છે.

કયા વિસ્તારોમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ?

શહેરના ડેવલપ થયેલા લગભગ તમામ મુખ્ય રોડ પર આ સમસ્યા વિકટ બની છે. સિંધુભવન રોડ અને એસ.જી. હાઈવે, 100 ફૂટ રિંગ રોડ અને શ્યામલ ચાર રસ્તા, સી.જી. રોડ અને આંબાવાડી, સાયન્સ સિટી રોડ, ન્યૂ સી.જી. રોડ, પાલડી અને શહેરી વિસ્તારો પર અનેક એવા બિલ્ડિંગ છે, જ્યાં ઓફિસ માલિકો સિવાય વધારાની મુલાકાતીઓના વાહનો પાર્ક કરવાની જગ્યા જ નથી.

સર્વિસ પ્રોવાઈડરોની કફોડી હાલત

તાજેતરમાં જ શ્યામલ ચાર રસ્તા પાસે એક કિસ્સો બન્યો જેમાં એક કોમ્પ્યુટર એન્જિનિયર ભારે કોમ્પ્યુટર પોતાની કારમાં લઈને આવ્યા હતા. કોમ્પ્લેક્સ ઓથોરિટીએ "પાર્કિંગ માત્ર માલિકો માટે છે" તેમ કહી એન્ટ્રી ન આપતા, એન્જિનિયરે 1 કિમી દૂર કાર પાર્ક કરી ભારે સામાન ઊંચકીને ચાલતા આવવું પડ્યું હતું. એ.સી., રેફ્રિજરેટર કે ઓફિસ ફર્નિચરનું કામ કરતા સર્વિસમેનો માટે સ્થિતિ અત્યંત દયનીય બની છે.

આ પણ વાંચો: સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલાયા

AMCના નિયમો માત્ર કાગળ પર?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ મુજબ, જો કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પૂરતું પાર્કિંગ ન હોય તો તેની ‘BU’ (વપરાશની પરવાનગી) રદ થઈ શકે છે. રોડ પર ટ્રાફિકનું દબાણ ન થાય તે જોવાની જવાબદારી બિલ્ડિંગના સત્તાધીશોની છે, પરંતુ વાસ્તવિકતામાં અનેક બિલ્ડિંગોમાં વિઝિટર પાર્કિંગની જગ્યાને અન્ય હેતુ માટે વાપરી નાખવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

ટ્રાફિક પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણ

છેલ્લા 15 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને મુલાકાતીઓ વચ્ચેના ઝઘડા વધી ગયા છે. બિલ્ડિંગમાં જગ્યા મળતી નથી અને રોડ પર વાહન મૂકતા ટ્રાફિક પોલીસ દંડ ફટકારે છે અથવા વાહન ટો (Tow) કરી જાય છે. આ 'ભીંસ'માં સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે.