Gujarat

અમદાવાદમાં લક્ઝરી બસની છત પરના સામાનના કારણે ડાળી તૂટી પડતા એક યુવકનું મોત, માનવ વધનો ગુનો દાખલ

By GS TEAM
22 Sep 20251 min read
TukuTouch Logo
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ નમસ્તે સર્કલ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ઝાડની ડાળી પડતાં અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના પાછળનું કારણ એક લક્ઝરી બસમાં ભરેલો ઓવરલોડ સામાન હોવાનું સામે આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં લક્ઝરી બસની છત પરના સામાનના કારણે ડાળી તૂટી પડતા એક યુવકનું મોત, માનવ વધનો ગુનો દાખલ

Road Accident in Ahmedabad: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ નમસ્તે સર્કલ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ઝાડની ડાળી પડતાં અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના પાછળનું કારણ એક લક્ઝરી બસમાં ભરેલો ઓવરલોડ સામાન હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શાહીબાગ નમસ્તે સર્કલ પાસેથી એક લક્ઝરી બસ પસાર થઈ રહી હતી. આ બસમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન ભરવામાં આવ્યો હતો. જેના કારણે બસની છત પર રાખેલો સામાન ઝાડની ડાળી સાથે અથડાયો અને ડાળી તૂટીને નીચે પડી. કમનસીબે, તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ક્રિસ્ટન નામના યુવક પર આ ડાળી પડતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ક્રિસ્ટનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચો: દાહોદ નજીક હિટ એન્ડ રન: બસે ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત, બે ઇજાગ્રસ્ત

અકસ્માત બાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ માધુપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લક્ઝરી બસના ચાલક સામે માનવવધનો ગુનો દાખલ કર્યો છે.

આ ઘટનાએ શહેરના રસ્તાઓ પર ઓવરલોડ વાહનોના જોખમ પર ફરી એકવાર ચિંતા ઉભી કરી છે. પોલીસે હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કડક કાર્યવાહીની ખાતરી આપી છે.