Gujarat

અમદાવાદની હોટલમાં યુવક-યુવતીનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, યુવકનું મોત, યુવતીની હાલત ગંભીર

By GS TEAM
17 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં યુવક અને યુવતીએ જીવન ટુંકાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં યુવકનું મોત થયું છે અને યુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હોટલના સ્ટાફ દ્વારા આ અંગે અમદાવાદ એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદની હોટલમાં યુવક-યુવતીનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, યુવકનું મોત, યુવતીની હાલત ગંભીર

Ahmedabad News: અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં યુવક અને યુવતીએ જીવન ટુંકાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં યુવકનું મોત થયું છે અનેયુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હોટલના સ્ટાફ દ્વારા આ અંગે અમદાવાદ એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નસ કાપતા યુવકનું મોત, યુવતીની હાલત ગંભીર

આ ચકચારી ઘટના વિશે મળતી માહિતી મુજબ, એરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેઈલી સ્ટે નામની હોટેલમાં રોકાવા માટે આવેલા યુવક અને યુવતીએ બપોરે 2 થી 2.30 વાગ્યાની આસપાસ રૂમમાં જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં હાથની નસ કાપતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું હોટેલમાં જ મોત થયું છે અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોટલના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરાયા બાદ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. હાલ યુવતી બેભાન અવસ્થામાં જીવન અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. 

આ પણ વાંચો: અમદાવાદ: રાતના અંધારે નળકાંઠાને કોતરી ખાતા ખનન માફિયાઓ, 6 ગામના સરપંચોનું અલ્ટીમેટમ 'તંત્ર જાગે નહીં તો..'

પોલીસે તપાસ શરૂ કરી

આ ઘટના અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યા મુજબ, 'રઘુ ભરવાડ નામનો યુવક અને સોનલ ભરવાડ (બંનેના નામ બદલ્યા છે) નામની યુવતી બંને શેલાના રહેવાસી છે અને તે બંને ગઈકાલે ઘરેથી ભાગી ગયા હતા. 23-24 વર્ષીય યુવક અને યુવતીએ હોટેલના રૂમમાં એકબીજાના હાથની નશ કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું લાગી રહ્યું છે. બંનેના પરિવારો વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. યુવતી અત્યારે ભાનમાં નથી એટલે કંઈ વધારે જાણી શકાયું નથી.'