Get The App

અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ નજીક અકસ્માત, કન્ટેઇનરની અડફેટે મોપેડ ચાલક મહિલાનું મોત

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ નજીક અકસ્માત, કન્ટેઇનરની અડફેટે મોપેડ ચાલક મહિલાનું મોત 1 - image


Ahmedabad News: અમદાવાદ પૂર્વમાં આવેલા વસ્ત્રાલ રિંગ રોડ ચાર રસ્તા પર આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેઇનર ચાલકે મોપેડ લઈને પસાર થઈ રહેલા પાયલબેન ગજ્જર નામની મહિલાને જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ગંભીર ઈજાઓને કારણે પાયલબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

કેવી રીતે થયો અકસ્માત?

ભોગ બનનાર મહિલા પાયલબેન ગજ્જર મોપેડ લઈને વસ્ત્રાલ રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી ઓવર સ્પીડમાં આવી રહેલા કન્ટેઇનર ચાલકે જોરદાર ટક્કર મારી હતી, જે બાદ પાયલબેન ટ્રક નીચે ચગદાઈ ગયા જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, હાજર સ્થાનિક લોકોએ 108 ટીમ અને પોલીસને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘટનાસ્થળે જ પાયલબેનના ખોળિયામાંથી જીવ જતો રહ્યો હતો.

આ પણ વાંચો: મેટ્રો સિટી અમદાવાદ ગુનાખોરીનું હોટસ્પોટ, પોલીસ સામે પડકાર, દર મહિને સરેરાશ 25 દુષ્કર્મના કેસ

કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં હાલ ચિંતાજનક રીતે અકસ્માતો વધી રહ્યા છે. બે વર્ષ (2023 અને 2024)માં રોડ અકસ્માતમાં કુલ 15,571 લોકોના મોત થયા છે, જેમાં ગ્રામીણ રસ્તાઓ પર 6,684 અને રાજ્યના ઘોરી માર્ગો પર 4,462 લોકોના મોત નીપજ્યા છે. અમદાવાદ શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે અકસ્માતની સંખ્યાઓમાં પણ વધારો થયો છે. જેમાં મોટા ભાગના અકસ્માતો ઓવરસ્પીડ, બેદરકારીભર્યા ડ્રાઇવિંગના કારણે થયા છે.