Get The App

જાહેરાતમાં શૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્વિમિંગ પૂલના ખસ્તા હાલ, દુર્ઘટનાનો ભય

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
જાહેરાતમાં શૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ.  સંચાલિત સ્વિમિંગ પૂલના ખસ્તા હાલ, દુર્ઘટનાનો ભય 1 - image


AMC Swimming Pool: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી સુવિધાઓ આપવાની વાત તો દૂર રહી, હયાત સુવિધાઓની જાળવણી પણ યોગ્ય રીતે થઈ રહી નથી. સારંગપુર વિસ્તારમાં આવેલો મ્યુનિ. સંચાલિત સ્વિમિંગ પૂલ હાલમાં જાણે કે ખંઢેરમાં ફેરવાઈ ગયો હોય તેવી હાલત જોવા મળી રહી છે. ખાસ કરીને જર્જરિત ઈમારતોના કારણે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.

ઉખડેલી ટાઈલ્સો, લિકેજ શાવર અને તૂટેલી કેચપિટ

સારંગપુરમાં આવેલા સ્વિમિંગ પૂલનો હાલ મોટી સંખ્યામાં લોકો લાભ લેતા હોય છે. ત્યારે અહીંના ખુદ કોચ કમ અધિકારીએ જ એકાદ મહિના પહેલાં સિટી ઈજનેરને પત્ર પાઠવીને અહીંની ખરાબ દશાનો ચિતાર આપ્યો છે. ખાસ કરીને સ્નાનાગારનો પ્લાન્ટ રૂમ, ઓફિસ તેમજ વીજ રૂમો જર્જરિત થઈ ગયા છે. સ્ટોર્મ વોટર લાઈનની કેચપિટો તૂટી ગઈ છે. ઓવરહેડ ટાંકીના ઢાંકણા અને કમ્પાઉન્ડના લોખંડના દરવાજા સુદ્ધા તૂટી ગયા છે. ડેક ઉપરની ટાઈલ્સો ઉખડી ગઈ છે. શાવર રૂમને જોડતી ચેનલો ઉભરાય છે, શાવર લિકેજ છે. 

આ પણ વાંચો: Explainer: કચ્છનું 'હરામી નાળું', જાણો ભારત-પાકિસ્તાન સરહદના આ જળ માર્ગનું આવું નામ કેવી રીતે પડ્યું

પ્લાન્ટરૂમ, ઓફિસ અને વીજરૂમોમાં ગમે ત્યારે અકસ્માત સર્જાઇ શકે

ત્યારે સત્વરે આ તમામ સમારકામ હાથ ધરવાની સાથે આગળ તથા પાછળના કોટની દીવાલો ઊંચી કરવા અને તેના પર પતરાં અથવા વાયરથી ફેન્સિંગ કરી આપવાની ભલામણ કરવામાં આવી છે. સ્વિમિંગ પૂલના સમારકામમાં મ્યુનિ. તંત્ર દ્વારા દાખવતી આ બેદરકારીના કારણે કોઈ કર્મચારી કે સભ્ય અકસ્માતનો ભોગ બને તો જવાબદાર કોણ? તેવો સવાલ જાગૃત નાગરિકોએ ઉઠાવ્યો છે.

જુઓ ભયજનક તસવીરો

જાહેરાતમાં શૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ.  સંચાલિત સ્વિમિંગ પૂલના ખસ્તા હાલ, દુર્ઘટનાનો ભય 2 - imageજાહેરાતમાં શૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ.  સંચાલિત સ્વિમિંગ પૂલના ખસ્તા હાલ, દુર્ઘટનાનો ભય 3 - imageજાહેરાતમાં શૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ.  સંચાલિત સ્વિમિંગ પૂલના ખસ્તા હાલ, દુર્ઘટનાનો ભય 4 - imageજાહેરાતમાં શૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ.  સંચાલિત સ્વિમિંગ પૂલના ખસ્તા હાલ, દુર્ઘટનાનો ભય 5 - imageજાહેરાતમાં શૂરા જાળવણીમાં ઊણાં!, અમદાવાદ મ્યુનિ.  સંચાલિત સ્વિમિંગ પૂલના ખસ્તા હાલ, દુર્ઘટનાનો ભય 6 - image