Gujarat

ઉત્તર ગુજરાતના વાહનચાલકો માટે ખુશખબર: અમદાવાદ-મહેસાણા હાઈવે હવે '8 લેન' બનશે, ₹2630 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

By GS TEAM
28 Jan 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતો રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો રોડ હવે વધુ પહોળો અને હાઈટેક બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ-મહેસાણા 51 કિમીના હાઇવેને આઠ માર્ગીય (8-Lane) કરવાના ₹2,630 કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તર ગુજરાતના વાહનચાલકો માટે ખુશખબર: અમદાવાદ-મહેસાણા હાઈવે હવે '8 લેન' બનશે, ₹2630 કરોડના પ્રોજેક્ટને મંજૂરી
Representative Image

Ahmedabad-Mehsana 8-lane Highway Project : અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતો રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો રોડ હવે વધુ પહોળો અને હાઈટેક બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ-મહેસાણા 51 કિમીના હાઇવેને આઠ માર્ગીય (8-Lane) કરવાના ₹2,630 કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.

પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ પર એક નજર

કુલ ખર્ચ: ₹2,630 કરોડ

લંબાઈ: અડાલજથી પાલાવાસણા સર્કલ (મહેસાણા) સુધી કુલ 51.60 કિમી.

લેન: મુખ્ય માર્ગ 8-માર્ગીય થશે + બંને બાજુ 7 મીટર પહોળો સર્વિસ રોડ.

સમયમર્યાદા: ટેન્ડર મંજૂર થયા બાદ 2 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય.

ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ: 1 એલિવેટેડ કોરિડોર અને 8 ફ્લાયઓવર

તાજેતરના સર્વે મુજબ આ હાઈવે પર દૈનિક 1 લાખથી વધુ વાહનો પસાર થાય છે. ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સરકાર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે.

કલોલમાં એલિવેટેડ કોરિડોર: કલોલ શહેરના ટ્રાફિકને બાયપાસ કરવા માટે 6.10 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર બનશે, જે શહેરના 5 ફ્લાયઓવરને જોડશે.

નવા ફ્લાયઓવર: શેરથા (2), રાજપુર ભાસરીયા, જગુદણ અને મેવડ ખાતે કુલ 6 નવા ફ્લાયઓવર બનશે. જ્યારે કલોલ અને છત્રાલમાં વધારાના 4-લેન ફ્લાયઓવર તૈયાર કરાશે.

અંડરપાસ: શેરથા, ઇફકો કલોલ, કલોલ શહેર, છત્રાલ, નંદાસણ અને ગણેશપુરા સહિત કુલ 8 સ્થળોએ અંડરપાસ બનાવવામાં આવશે.

નવો ROB: કલોલ ખાતે હાલના રેલવે ઓવરબ્રિજની બાજુમાં નવો 4-લેન બ્રિજ બનાવવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સ્થગિત, SIRને પગલે સરકારનો નિર્ણય

કોને થશે ફાયદો?

આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લાખો લોકોને સીધો ફાયદો થશે. અમદાવાદ આવતા-જતા મુસાફરોનો સમય બચશે અને પરિવહન વધુ સુરક્ષિત બનશે.

આ પ્રોજેક્ટ માટેના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. વર્ષ 1999માં આ રોડ 4-લેન થયો હતો, જે હવે વાહનોની સંખ્યા વધતા 8-લેન કરવામાં આવી રહ્યો છે, તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.