એક કરોડની છેતરપિંડી આચરનાર અમદાવાદનો શખ્સ ગિરફ્તાર

પકડાયેલો શખ્સ બે દિવસના રિમાન્ડ પર
સ્ટોક માર્કેટમાં નફાની લાલચ આપી નિરમા કંપનીના ફિલ્ડ ઓફિસર સાથે રૂ.૧ .૯૦ કરોડ ગઠિયા ઓળવી ગયા હતા
ભાવનગર શહેરના યુવાનને એપ્લીકેશન ડાઉનલોડ કરાવી સેબીનુ બનાવટી સર્ટી મોકલી તેમા આઇપીઓ તથા સ્ટોકમાર્કેટમા રોકાણ કરાવી પ્રોફિટ આપવાના નામે વિશ્વાસમા લઇ ૧.૯૦ કરોડનું ફોર્ડ આચરવાના ગુનાના સાયબર ક્રાઇમ પોલીસ ભાવનગર વિભાગ દ્વારા વધુ એક શખ્સને ઝડપી લઇ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
મૂળ સુરતના વતની અને હાલ તળાજા રોડ ટોપ ૩ સર્કલ પટેલ ઉ.વ.૪૬ ધંધો. પ્રાઇવેટ નોકરી હાલ રહે. પ્લોટ નં.૧૦૪/૨, ઈશાવાષ્યમ, શ્રી વલ્ભ રેસીડન્સી ખાતે રહેતા અજયભાઈ જસવંતભાઈ પટેલ સાથે અજાણ્યા શખ્સોએ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી સેબીનુ બનાવટી સર્ટી મોકલી તેમા આઇપીઓ તથા સ્ટોકમાર્કેટમા રોકાણ કરાવી પ્રોફિટ આપવાના નામે વિશ્વાસમા લઇ અજયભાઈ પાસેથી કુલ રૂ. ૧,૦૧,૯૦,૦૦૦ ની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવી લઇ અજયભાઈ સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યો હતો.આ ગુન્હામા અગાઉ કલા માલાભાઇ રાજપુત ( રહે.સુઇગામ ) સલીમ ઉસ્માનમીયા શેખ ( રહે. વિસનગર ) અભીષેક ત્રીભોવનભાઇ કુકડિયા (રહે.સાયલા ) બ્રીજેશ શૈલેષભાઇ પટ્ટણી (રહે.સાયલા) ને ઝડપી લેવામાં આવ્યા હતા.અને જે હાલ જ્યુડિશીયલ કસ્ટડિમા ભાવનગર જિલ્લા જેલમાં છે.તદુપરાંત સાયબર ક્રાઇમ પોલીસ ભાવનગર વિભાગ દ્વારા દિપક નરેન્દ્રભાઇ પટેલ ઉ.વ.૨૯ ( રહે. એ-૨૦, સીમા કોલોની, ગેરતપુર રોડ, વિવેકાનંદનગર, હાથીજણ, અમદાવાદ)ને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી કોર્ટ દ્વારા દિન ૦૨ ના રીમાન્ડ મંજુર કરેલ છે.









