Get The App

અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત 1 - image


Ahmedabad Local Body Election Results 2026 | અમદાવાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપના ભવ્ય વિજય સામે કોંગ્રેસની સ્થિતિ અત્યંત દયનીય જોવા મળી છે. ચોંકાવનારી વાત એ છે કે અનેક જગ્યાએ કોંગ્રેસ કરતા અપક્ષ ઉમેદવારો વધારે મજબૂત સાબિત થયા છે, જ્યારે સાણંદમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવીને પંચાયતના રાજકારણમાં એન્ટ્રી કરી છે.

જિલ્લા પંચાયતમાં ભાજપનું એકહથ્થુ શાસન

અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી ભાજપે 32 બેઠકો પર કબ્જો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર સમેટાઈ ગઈ છે. ગત 2021ની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 4 બેઠકો હતી, જે હવે ઘટીને અડધી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મતદાન પહેલા જ ભાજપની 1 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી.

અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત 2 - image

તાલુકા પંચાયતોમાં 'આપ'ની એન્ટ્રી

અમદાવાદની 9 તાલુકા પંચાયતોની કુલ 175 બેઠકોમાંથી ભાજપને 135 બેઠકો મળી છે. કોંગ્રેસને 37 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ખાસ કરીને સાણંદ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ 1 બેઠક જીતીને સૌને ચોંકાવ્યા છે. 11 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા.

અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત 3 - image

કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ

ત્રણ નગરપાલિકા (ધોળકા, વિરમગામ, બારેજા)ની 96 બેઠકોના પરિણામો જોતા સ્પષ્ટ થાય છે કે અહીં કોંગ્રેસ ત્રીજા નંબરે ધકેલાઈ ગઈ છે. ભાજપને 70 બેઠકો મળી છે, જ્યારે 21 બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસને ફાળે માત્ર 5 બેઠકો આવી છે. બારેજામાં તો ભાજપ સામે સીધી લડત અપક્ષોએ આપી છે અને 11 બેઠકો જીતી છે.