Gujarat

અમદાવાદમાં જમીન માફિયા, બુટલેગરો અને બિલ્ડરોએ પણ ચૂંટણીમાં અપક્ષ દાવેદારી નોંધાવી

By GS TEAM
12 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં લઘુમતી વિસ્તારોમાં એઆઈએમઆઈએમનું રાજકીય પ્રભુત્વ રહ્યું નથી. છેલ્લાં એકાદ સપ્તાહમાં જ જમાલપુર અને દરિયાપુરના બે વર્તમાન કોર્પોરેટરે અસદુદ્દીન ઓવૈસીનો સાથ છોડી રાજીનામું ધર્યું છે. ભાજપની બી ટીમ તરીકે રાજકીય છાપ ઉભરતાં લઘુમતી મતદારો આ વખતે સજાગ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં જમીન માફિયા, બુટલેગરો અને બિલ્ડરોએ પણ ચૂંટણીમાં અપક્ષ દાવેદારી નોંધાવી
 AI IMAGE

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એકવાર મતોનું ધ્રુવીકરણ કરવા અવનવા રાજકીય ખેલ શરૂ થયા છે. ફોર્મ ભરવાના પ્રથમ દિવસે જ ખાખીના ઈશારે કેટલાક બુટલેગરો અને જમીનમાફિયાઓએ પણ ચૂંટણીમાં ઝુકાવ્યું છે પરિણામે અપક્ષ ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો છે.

લઘુમતી વિસ્તારોમાં ઓવૈસીનો ફિયાસ્કો

અમદાવાદ શહેરમાં લઘુમતી વિસ્તારોમાં એઆઈએમઆઈએમનું રાજકીય પ્રભુત્વ રહ્યું નથી. છેલ્લાં એકાદ સપ્તાહમાં જ જમાલપુર અને દરિયાપુરના બે વર્તમાન કોર્પોરેટરે અસદુદ્દીન ઓવૈસીનો સાથ છોડી રાજીનામું ધર્યું છે. ભાજપની બી ટીમ તરીકે રાજકીય છાપ ઉભરતાં લઘુમતી મતદારો આ વખતે સજાગ થયા છે.

ભાજપ હવે આમ આદમી પાર્ટીના ભરોસે

આ સ્થિતિ જોતાં ભાજપે હવે આમ આદમી પાર્ટીનો સહારો લીધો છે. શહેરના કોટ વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ લઘુમતી ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે જેથી મતોનું ધ્રુવીકરણ થાય તો ભાજપને ફાયદો થાય. ઉલ્લેખનીય છે કે, અન્ય વિસ્તારોમાં આપને ઉમેદવારોના ફાંફા છે જ્યારે લઘુમતી વિસ્તારોમાં ટિકિટો ફાળવી દેવાઈ છે જે શંકાને પ્રેરે છે.

આ પણ વાંચો: 'અહીં સિગારેટનો કશ મારતા જ ઓફિસર આવી જાય', કેનેડાનો એન્ટી સ્મોકિંગ કાયદો ચર્ચામાં

ખાખી વર્દી પણ ભાજપની બી ટીમ બન્યાની ચર્ચા

આ ઉપરાંત ખાખી વર્દીના ઈશારે આ જ વિસ્તારોમાં બુટલેગરો, જમીન માફિયા અને ગેરકાયદેસર બિલ્ડીંગો ઉભી કરનારાં બિલ્ડરોએ પણ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. રાજકીય દબાણ કરીને અપક્ષ ઉમેદવારી કરાવવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત બુલડોઝરની ધમકી આપતાં લઘુમતી સમાજના બિલ્ડરો પણ ચૂંટણી કામે લગાડવામાં આવ્યા છે. હાલ મોંઘવારી સહિત એન્ટીઈન્કમ્બન્સીનો માહોલ પ્રવર્તી રહ્યો છે તે જોતાં ફરી હિન્દુ-મુસ્લિમના મુદ્દાને ઉજાગર કરી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરવામાં આવે તેવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે.

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને પાકિસ્તાન ફળ્યું નહીં પુત્ર અને ભાણીને ભાજપે ટિકિટ ન આપી

ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયાને પાકિસ્તાન થવા નહીં દઈએ તેવો મુદ્દો ઉભો કરીને અમદાવાદ શહેરના મતદારોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ભાજપ પ્રદેશ નેતૃત્વનું ધ્યાન કેન્દ્રીત કરવા ભૂષણ ભટ્ટે પાકિસ્તાનવાળી કરી રાજકીય મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. પણ આ રાજકીય તરકટ ફળ્યું ન હતું. ભાજપ પ્રદેશ નેતાગીરીએ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પુત્ર અને ભાણીને ટિકિટ આપવાનું મુનાસિબ માન્યું હતું. એટલું જ નહીં. ટિકિટ માટે ખુદ ધારાસભ્ય અમિત શાહે એડીચોટીનું જોર લગાવ્યું હતું પણ મેળ પડ્યો ન હતો.

ચાંદખેડામાં ટિકિટ ન મળતાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઓફિસે કાર્યકરોનો હોબાળો

ચાંદખેડા વોર્ડના ઉમેદવારની પસંદગીને લઈને ભાજપમાં આંતરિક વિખવાદ વધ્યો છે. પૂર્વ મહામંત્રીને ટિકિટ મળતાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઓફિસે કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલાં કાર્યકરોએ ઓફિસમાં ઉગ્ર રજૂઆત કરી હતી. કાર્યકરોનો ઉગ્ર મિજાજ જોઈને નેતાઓ પણ શાંતમને બેસી રહ્યાં હતાં. ઘણાં કાર્યકરોએ તો ધારાસભ્યની ઓફિસ બહાર ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. હોબાળાને પગલે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઓફિસે ફરક્યા ન હતાં.