અમદાવાદ: રાતોરાત અમીર બનવાની લાલચમાં જમીન માલિક બન્યો ડ્રગ્સ પેડલર, મેફેડ્રોન સાથે ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Landowner Turns Drug Peddler: અમદાવાદના ચાંગોદરમાં ડ્રગ્સના વધતા દૂષણ વચ્ચે પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. શોર્ટકટથી પૈસા કમાવાની લાલચમાં એક જમીન માલિક મેફેડ્રોન (MD) ડ્રગ્સના વેપલામાં ઉતરી પડ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.
કોણ છે પકડાયેલ આરોપી?
પોલીસના જણાવ્યાનુસાર, પકડાયેલા આરોપીની ઓળખ નરેશ ઉર્ફે ગોપાલ કોળી પટેલ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ખેતીની જમીન ધરાવે છે અને આર્થિક રીતે સધ્ધર છે, તેમ છતાં રાતોરાત અઢળક સંપત્તિ મેળવવાની ઘેલછામાં તે ડ્રગ્સના રવાડે ચઢ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક ફેલાય તે પહેલા જ પોલીસે આરોપીને દબોચી લીધો છે. હાલમાં પોલીસા આરોપી ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો? ચાંગોદર કે આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં તે કોને આ ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો? આ રેકેટમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે.
ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં
સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રગ્સનું ચલણ ઓછું જોવા મળતું હોય છે, પરંતુ આ કિસ્સાએ પોલીસને પણ ચોંકાવી દીધી છે. ગ્રામ્ય પોલીસે જણાવ્યું છે કે, નશાના આ કારોબારના મૂળ સુધી પહોંચવા માટે આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે.









