Gujarat

સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિનેશન 5 લાખને પાર સ્માર્ટ સિટી અમદાવાદ દાહોદથી પણ પાછળ ત્રીજા ક્રમે

By GS TEAM
8 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકાર દ્વારા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર)ને જડમૂળથી ઉખેડવા માટે શરૂ કરવામાં આવેલા રસીકરણ અભિયાનમાં રાજ્યએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધીમાં રાજ્યની 5 લાખથી વધુ દીકરીઓને હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જોકે, અન્ય જિલ્લાઓની સરખામણીએ અમદાવાદ શહેરમાં આ રસીકરણની ગતિ ચિંતાજનક રીતે ધીમી જોવા મળી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિનેશન 5 લાખને પાર સ્માર્ટ સિટી અમદાવાદ દાહોદથી પણ પાછળ ત્રીજા ક્રમે

Cervical Cancer: ગુજરાત સરકાર દ્વારા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર)ને જડમૂળથી ઉખેડવા માટે શરૂ કરવામાં આવેલા રસીકરણ અભિયાનમાં રાજ્યએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધીમાં રાજ્યની 5 લાખથી વધુ દીકરીઓને હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જોકે, અન્ય જિલ્લાઓની સરખામણીએ અમદાવાદ શહેરમાં આ રસીકરણની ગતિ ચિંતાજનક રીતે ધીમી જોવા મળી રહી છે.

રસીકરણના આંકડા અને પાત્રતા

આ અભિયાન હેઠળ 14 વર્ષ પૂર્ણ કરનાર અને 15મા જન્મદિવસમાં હજુ સમય હોય તેવી દીકરીઓને આવરી લેવામાં આવે છે. રાજ્યના ડેટા મુજબ, કુલ પાત્ર દીકરીઓ 5,62,324 છે, જેમાં 5,14,566 દીકરીઓને પ્રથમ ડોઝ અપાયો. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 48,443 પાત્ર દીકરીઓ સામે માત્ર 22,813 (47%)નું જ રસીકરણ થયું છે.

150 કરોડ રૂપિયાના ખર્ચે વિનામૂલ્યે રસીકરણ

બજારમાં HPV વેક્સિનના એક ડોઝની કિંમત અંદાજે 3000 રૂપિયા જેટલી હોય છે, જે સામાન્ય પરિવારો માટે મોંઘી સાબિત થાય છે. આ બાબતને ધ્યાને રાખી રાજ્ય સરકારે 150 કરોડ રૂપિયાનું વિશેષ બજેટ ફાળવીને આ રસી તદ્દન વિનામૂલ્યે આપવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા

આરોગ્ય મંત્રીનું નિવેદન: રસી સંપૂર્ણ સુરક્ષિત

આરોગ્ય મંત્રીએ અભિયાનની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, 'રાજ્યમાં અત્યાર સુધી લાખો દીકરીઓને રસી આપવામાં આવી છે, પરંતુ ગંભીર આડઅસરનો એકપણ કિસ્સો નોંધાયો નથી. આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે. વાલીઓએ કોઈપણ પ્રકારના ડર વગર પોતાની દીકરીઓને આ સુરક્ષા કવચ અપાવવું જોઈએ.'

ક્યાં ઉપલબ્ધ છે રસી?

રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજો, જિલ્લા હોસ્પિટલો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો તેમજ તમામ સામુદાયિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (CHC/PHC) પર 14 વર્ષની તમામ દીકરીઓ માટે આ રસી ઉપલબ્ધ છે.