Gujarat

અમદાવાદના સાયન્સ સિટીમાં સગીરે પૂરપાટ ઝડપે કાર હંકારી યુવકને ઉડાવ્યો, ઘટના સીસીટીવીમાં કેદ

By GS TEAM
4 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી શિવાલિક હાઈટેક સોસાયટીમાં અકસ્માત સર્જાયો હતો. 28મી જાન્યુઆરીના રોજ વિરમ રબારી નામના યુવક પોતાની બહેનના ઘરે આવ્યા હતા અને રિક્ષામાંથી ઉતરી સોસાયટીમાં ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલી એક લાલ કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક હવામાં ઉછળીને દૂર ફંગોળાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચતા હાલ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના સાયન્સ સિટીમાં સગીરે પૂરપાટ ઝડપે કાર હંકારી યુવકને ઉડાવ્યો, ઘટના સીસીટીવીમાં કેદ

Ahmedabad News: અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી શિવાલિક હાઈટેક સોસાયટીમાં અકસ્માત સર્જાયો હતો. 28મી જાન્યુઆરીના રોજ વિરમ રબારી નામના યુવક પોતાની બહેનના ઘરે આવ્યા હતા અને રિક્ષામાંથી ઉતરી સોસાયટીમાં ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલી એક લાલ કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક હવામાં ઉછળીને દૂર ફંગોળાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચતા હાલ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યાનુસાર, અકસ્માત સર્જનાર કાર ચાલક બીજું કોઈ નહીં, પરંતુ સોસાયટીમાં જ રહેતા અને હાઈકોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીના 15 વર્ષનો સગીર પુત્ર હતો. અકસ્માત સમયે કારની ગતિ એટલી વધારે હતી કે તેની બંને એરબેગ ખુલી ગઈ હતી. ઈજાગ્રસ્ત યુવકે આક્ષેપ કર્યો છે કે સગીર વારંવાર આવી રીતે બેફામ ગાડી ચલાવે છે અને તેના પિતા હાઈકોર્ટમાં હોવાના રોફમાં તે નિયમોનું ઉલ્લંઘન કરતો રહે છે, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

આ ઘટના અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. પીઆઈ એન.એ. દેસાઈએ જણાવ્યું હતું કે 'ભોગ બનનારની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો તપાસમાં અકસ્માત કરનાર સગીર હોવાનું સાબિત થશે, તો તેનું નિવેદન નોંધીને કારના મૂળ માલિક સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.' હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસને આગળ ધપાવી રહી છે.