Get The App

હવે ઇમરજન્સી સેવાને પણ મોંઘવારી નડી: AMCએ ફાયર બ્રિગેડ ચાર્જમાં કર્યો દોઢથી ત્રણ ગણો વધારો

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
Ahmedabad Fire Brigade charges


Ahmedabad Fire Brigade charges: પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવની અસર તળે તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિ.ની ફાયર બ્રિગેડે પણ તેના ચાર્જમાં સુધારો-વધારો કર્યો છે. વિવિધ પ્રકારની સેવાઓ માટેના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો આજની સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો છે.

15 વર્ષ બાદ ચાર્જમાં મોટો વધારો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝના ચાર્જમાં અગાઉ વર્ષ 2011માં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં હવે લાંબા સમય બાદ નવા સુધારા-વધારા કરાયા છે. જો અમદાવાદ શહેરની હદમાં આગ કે અકસ્માતની કોઈ ઘટના બને, તો નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં.

ઔદ્યોગિક એકમો માટે નવો ચાર્જ

પરંતુ, શહેર બહારના વિસ્તારો, જીઆઈડીસી (GIDC) તેમજ ખાનગી ઔદ્યોગિક એકમોમાં લાગતી આગ ઓલવવા માટે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડને બોલાવવામાં આવશે, ત્યારે નવો ચાર્જ લાગુ થશે. અગાઉ આ સેવાઓ માટે ઘટનાના પ્રકાર અને સમયના આધારે રૂ. 300થી રૂ. 1000 સુધીનો ચાર્જ લેવાતો હતો, જે હવે વધારીને 8 કલાકની સમયમર્યાદા માટે લઘુતમ રૂ. 1600 નક્કી કરવામાં આવ્યો છે. આ નિયત સમય કરતાં વધુ સમય લાગશે તો વધારાના કલાકો મુજબ ચાર્જ વસૂલાશે. આ સિવાય, સ્ટાફને ચૂકવવાનું થતું ભથ્થું પણ જે તે અરજદારે અલગથી ભોગવવાનું રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: 'વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો', માતાનો આક્રંદ

હવે ઇમરજન્સી સેવાને પણ મોંઘવારી નડી: AMCએ ફાયર બ્રિગેડ ચાર્જમાં કર્યો દોઢથી ત્રણ ગણો વધારો 2 - image