Gujarat

અમદાવાદમાં નષ્ટ થતી હેરિટેજ ઈમારતો સામે 30 માળથી વધુ ઊંચાઈના 17 બિલ્ડિંગ્સ બનાવાયા

By GS TEAM
28 Nov 20252 mins read
TukuTouch Logo
આઠ વર્ષ પહેલા યુનેસ્કોએ અમદાવાદને વૈશ્વિક હેરીટેજ શહેર જાહેર કર્યું હતું. કોટ વિસ્તારમાં હેરીટેજ રહેણાંક બિલ્ડિંગ તોડી કોમર્શિયલ કોમ્પલેકસ બની ગયા છે. કોટ વિસ્તારના ઐતિહાસિક વારસાને જાળવી નહીં શકેલા કોર્પોરેશનના શાસકો શહેરમાં 30 માળથી વધુ ઉંચાઈના 17 બિલ્ડિંગ બન્યા હોવાની વાતને ગૌરવ તરીકે લઈ વિકાસના વખાણ કરતા થાકતા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં નષ્ટ થતી હેરિટેજ ઈમારતો સામે 30 માળથી વધુ ઊંચાઈના 17 બિલ્ડિંગ્સ બનાવાયા

Ahmedabad Heritage: આઠ વર્ષ પહેલા યુનેસ્કોએ અમદાવાદને વૈશ્વિક હેરીટેજ શહેર જાહેર કર્યું હતું. કોટ વિસ્તારમાં હેરીટેજ રહેણાંક બિલ્ડિંગ તોડી કોમર્શિયલ કોમ્પલેકસ બની ગયા છે. કોટ વિસ્તારના ઐતિહાસિક વારસાને જાળવી નહીં શકેલા કોર્પોરેશનના શાસકો શહેરમાં 30 માળથી વધુ ઉંચાઈના 17 બિલ્ડિંગ બન્યા હોવાની વાતને ગૌરવ તરીકે લઈ વિકાસના વખાણ કરતા થાકતા નથી.

કોટવિસ્તારના વારસાને જાળવી નહીં શકેલા શાસકો વિકાસના વખાણ કરે છે

અમદાવાદ શહેરમાં આવેલી મોટાભાગની પોળો ખાલી થઈ ગઈ છે. કેટલાક પરિવારો મજબુરી વશ રહે છે. જ્યારે પ્રસિદ્ધિ લેવાની હતી, ત્યારે આજ શાસકો પાછા પડ્યા ન હતા. હવે શાસકોએ ટોન બદલ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પીઠ થાબડતા કહ્યું, અમદાવાદમાં 30 માળથી વધુ ઉંચાઈના 17 અને 15 માળથી વધુ ઉંચાઈના 82 બિલ્ડિંગ બની ગયા છે. આ છે અમદાવાદ શહેરનો વિકાસ. શહેરના કોટવિસ્તારની ખાલી થતી જતી પોળો અને તૂટતા જતા હેરીટેજ બિલ્ડિંગોને બચાવવા શાસકોનુ શું આયોજન છે એ અંગે તેમણે કંઈપણ કહેવાનું ટાળી દીઘુ હતું.

30 માળથી વધુ ઉંચા બિલ્ડિંગ કયા-કયા?

અનામિકા હાઈ પોઈન્ટ, બોડકદેવ, ગાલા કોર્પોરેટ, ઈસ્કોન-આંબલી રોડ, ધ પાર્ક,આંબલી, બ્રિલીયા, છારોડી, ધ વેસ્ટિન, શીલજ સર્કલ પાસે, ટ્રેમોન્ટ એડલીપ, છારોડી, એરીસ્ટો ધ ઓપસ અને આત્મંથન, એસ.જી. હાઈવે, સ્ટેટલેન્ડ, સોલા, એસકેજી સ્કાયલાઈન, બોડકદેવ, સ્કાય ઝેનિયા, હેબતપુર, ટ્રેમોન્ટ ટાવર,ગોતા, ટાઈમ્સ માર્વેલ, ગોતા, ટ્રેમોન્ટ ટેરા, ગોતા, ટાઈમ્સ ટ્રીનીટી, શીલજ, એ.શ્રીધરન વિન, બોડકદેવ, નિરમા કોર્પોરેટ હાઉસ, બોડકદેવ, નવરત્ન ગુલમહોર પાર્ક,સેટેલાઈટ રોડ.