Get The App

બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ

સાયબર ગઠિયાઓએ શનિવારે રાત્રે સીમ કાર્ડ બ્લોક કરાવ્યું

સીમ કાર્ડ બ્લોક કરવા અંગે સાયબર ક્રાઇમે ટેકનીકલ એનાલીસીસથી તપાસ શરૂ કરીઃ પંદર અલગ અલગ બેેંંકમાં ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાયા

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ 1 - image

અમદાવાદ,શુક્રવાર

શહેરના સોલા સાયન્સ સીટીમાં રહેતા રહેતા બિલ્ડરનું સીમ કાર્ડ સાયબર ક્રાઇમ આચરતી ગેંગ દ્વારા બ્લોક કરીને એક જ રાતમાં પંદર અલગ અલગ ટ્રાન્જેક્શન કરીને ૧.૦૭ કરોડની રકમની ઉચાપત કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. પોલીસે બેંક એકાઉન્ટના વ્યવહાર અને ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી છે.

બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ 2 - imageસોલા સાયન્સ સીટી રોડ પર આવેલા સુંદરમ રેસીડેન્સ એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્રભાઇ પટેલ કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેમની ઓફિસ સોલામાં આવેલી છે. તેમનો મોબાઇલ નંબર કંપનીના બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો છે.  ગત શનિવારે ૨૧મી માર્ચના રોજ રાતના સમયે તેમનો સીમકાર્ડ બંધ થઇ ગયું હતુ અને ઇન કમીંગ તેમજ આઉટ ગોઇંગ કોલ બંધ થઇ ગયા હતા. નેટવર્કનો ઇસ્યુ હોવાનું માનીને તેમણે  ધ્યાન આપ્યું નહોતુ. બીજા દિવસે કોલ સેન્ટરમાં ફોન કરીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઇએ સીમ કાર્ડ બ્લોક કરવા માટે રીકવેસ્ટ મોકલતા કાર્ડ બ્લોક થયુ હતું. જેથી તેમણે ફરીથી નવુ કાર્ડ મેળવ્યું હતું.

જેની એસએમએસ સર્વિસ ૨૪ કલાક બાદ શરૂ થવાની હતી. સોમવારે તે ઓફિસમાં ઇન્ટરનેટથી લોગઇન કરીને એકાઉન્ટ ચેક કરતા હતા. ત્યારે જોયુ તો ચોંકી ઉઠયા હતા. કારણ કે કોઇએ ૧૫ જેટલા આર્થિક વ્યવહાર કરીને આશરે ૧.૦૭ કરોડ રકમની ઉચાપત કરી હતી. ત્યારે ખ્યાલ આવ્યો હતો કે ે એસએમએસ ન આવે તે માટે કોઇએ સીમ કાર્ડ બ્લોક કરાવ્યું હતું. આ અંગે તપાસ કરતા નાણાં દેશની અલગ અલગ બેંકના કરંટ બેંક એકાઉન્ટમાં જતા રહ્યા હતા. જે અંગે  સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.