Gujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન

By GS TEAM
10 Feb 20263 mins read
TukuTouch Logo
"બંને કુખ્યાત ગેંગસ્ટરે એવું સપનામાંય નહોતું વિચાર્યું કે ગુજરાત પોલીસ આટલા શોર્ટ ટાઈમમાં પકડી લેશે..." આ શબ્દો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI I. N. ઘસૂરાના, જેમણે તેમની ટીમના કુલ 6 પોલીસકર્મી સાથે મળીને બાતમી મળ્યાના માત્ર 7 જ કલાકમાં રાજસ્થાનથી ભાગીને અમદાવાદ આવેલા અને અહીં ગુનાનું નેટવર્ક ઊભું કરવાનો પ્રયત્ન કરનારા રવિ ગોદરા ગેંગના બે કુખ્યાત ગેંગસ્ટર અમન (ઉર્ફે. બચ્ચા) અને સુહેબ (ઉર્ફે. ચિન્ટુ) ને ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ગત 9-2-2026ના રોજ બાતમી મળી હતી જેના માત્ર 7 કલાકમાં જ આ દિલધડક ઓપરેશન પર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશન જેમના દ્વારા પર પાડવામાં આવ્યું તે ક્રાઈમ બ્રાન્ચના PIએ 7 કલાકના ઘટનાક્રમ વિશે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન

Ahmedabad News: "બંને કુખ્યાત ગેંગસ્ટરે એવું સપનામાંય નહોતું વિચાર્યું કે ગુજરાત પોલીસ આટલા શોર્ટ ટાઈમમાં પકડી લેશે..." આ શબ્દો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI I.N. ઘસૂરાના, જેમણે તેમની ટીમના કુલ 6 પોલીસકર્મી સાથે મળીને બાતમી મળ્યાના માત્ર 7 જ કલાકમાં રાજસ્થાનથી ભાગીને અમદાવાદ આવેલા અને અહીં ગુનાનું નેટવર્ક ઊભું કરવાનો પ્રયત્ન કરનારા રવિ ગોદરા ગેંગના બે કુખ્યાત ગેંગસ્ટર અમન (ઉર્ફે. બચ્ચા) અને સુહેબ (ઉર્ફે. ચિન્ટુ) ને ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ગત 9-2-2026ના રોજ બાતમી મળી હતી જેના માત્ર 7 કલાકમાં જ આ દિલધડક ઓપરેશન પર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશન જેમના દ્વારા પર પાડવામાં આવ્યું તે ક્રાઈમ બ્રાન્ચના PIએ 7 કલાકના ઘટનાક્રમ વિશે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું. 


બાતમી મળતા જ PI અને PSI સહિત કુલ 6 પોલીસકર્મી એક્શન મોડમાં કામ કર્યું

ક્રાઈમ બ્રાન્ચના PIએ જણાવ્યું કે, અમને ગત 9-2-2026ના રોજ બાતમી મળી હતી કે રાજસ્થાનથી રવિ ગોદરા ગેંગના 25 વર્ષીય અમન, ઉર્ફે. બચ્ચા (એહસાનઅલી સૈયદ) અને 26 વર્ષીય સુહેબ ઉર્ફે ચિન્ટુ (ફિરોઝખાન પઠાણ) નામના બે કુખ્યાત ગેંગસ્ટર ભાગીને અમદાવાદ આવેલા છે અને અહીં ગેંગસ્ટર નેટવર્ક ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ બંને પર ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શૂટિંગ અને આર્મ્સ એક્ટ હેઠળના કુલ 20 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ જાણવા મળ્યું હતું. 


હ્યુમન અને ટેક્નિકલ સોર્સનો સહારો 

'આ બાતમીના આધારે મારી ટીમ અને હું એમ કુલ 6 પોલીસકર્મી એક્શન મોડમાં કામે લાગી ગયા. અમે અમારા સોર્સ દ્વારા પ્રાથમિક માહિતી મેળવી કે આ બંને ગેંગસ્ટર અહીં અમદાવાદમાં તેમની સાથે અન્ય કોણ છે?, બંને ક્યાં છુપાયેલા છે અને તેમનો એમના મોબાઇલ નંબર શું છે તે સહિતની બાબતો જાણવા અમારા હ્યુમન અને ટેક્નિકલ સોર્સનો સહારો લીધો હતો. આ તમામ માહિતી મળતા જ અમે એક પછી એક કડી મેળવી એમાં એમણે જાણવા મળ્યું કે આ બંને અત્યારે અમદાવાદના વેજલપુરમાં છે.'

AI તસવીર 

ફિલ્મી સ્ટાઈલમાં ગેંગસ્ટરની કારને આંતરી

'આ પછી અમારી ટીમ વેજલપુરમાં પહોંચી. જ્યાં સોર્સ દ્વારા મળેલી વિગત મુજબ એક ક્રેટ કાર દેખાઈ. આ કારની નજીક અમારી ખાનગી કાર પહોચતા જ બંને ગેંગસ્ટરને અંદાજો આવી ગયો કે ગુજરાત પોલીસની ટીમે તેમને ઝડપી લેશે અને તરત જ તેમને વેજલપુરથી વિશાલા તરફ કાર ભગાવી. આ દરમિયાન અમારી એક પોલીસની કાર અને એક ખાનગી કારથી અમે પીછો કર્યો અને થોડીક જ વારમાં એક કારથી ફિલ્મી સ્ટાઈલમાં તેમની કારની આગળ લાવીને ઊભી રાખી અને બંને ગેંગસ્ટર ભાગે તે પહેલા જ તમને ઝડપી લીધા.'

આ બંને ગેંગસ્ટરને ઝડપ્યા ત્યારે તેમણે એવું કહ્યું કે, અમે સપનામાંય નહોતું વિચાર્યું કે, ગુજરાત પોલીસ આટલી જલ્દી અમને ઝડપી લેશે. અત્યારે આ બંનેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે પૂછપરછ ચાલી રહી છે. ટૂંક સમયમાં બંને ગેંગસ્ટરને અમે કોટા પોલીસને સોંપી દેશું.