Gujarat

VIDEO | અમદાવાદમાં ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણીઓના ગેરકાયદે બ્રીડિંગનો પર્દાફાશ, લાખોની કિંમતના દુર્લભ જીવો જપ્ત

By GS TEAM
1 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવરંગપુરાના રાવલભાઈ એપાર્ટમેન્ટમાં દરોડા પાડી એક મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોટા બ્રીડિંગ અને વેચાણના રેકેટને ઝડપી પાડ્યું છે. આ સાથે પોલીસ દ્વારા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓને જપ્ત પણ કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી વિવિધ પ્રજાતિના મોંઘા અને દુર્લભ જીવો મળી આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | અમદાવાદમાં ફ્લેટમાં ચાલતા વિદેશી પ્રાણીઓના ગેરકાયદે બ્રીડિંગનો પર્દાફાશ, લાખોની કિંમતના દુર્લભ જીવો જપ્ત

Animal Breeding Racket In Ahmedabad : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવરંગપુરાના રાવલભાઈ એપાર્ટમેન્ટમાં દરોડા પાડી એક મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોટા બ્રીડિંગ અને વેચાણના રેકેટને ઝડપી પાડ્યું છે. આ સાથે પોલીસ દ્વારા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓને જપ્ત પણ કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી વિવિધ પ્રજાતિના મોંઘા અને દુર્લભ જીવો મળી આવ્યા છે.

લાખોની કિંમતના દુર્લભ જીવો જપ્ત

ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા દરમિયાન અત્યંત દુર્લભ રેડ હેન્ડ ટેમરીન(Red-handed Tamarin) વાંદરાનું બચ્ચું, 7 પર્સિયન કેટ (Persian Cats) અને તેના બચ્ચાં, 14 નાના-મોટા હૅમ્સ્ટર (Hamsters), 18 મીની લોપ (Mini Lop) સસલા અને 9 લેધર લેબ ડોફ (Leather Lab Dwarf) જેવા પ્રાણીઓ ઝપડ્યા છે. 

આ સાથે પક્ષીઓમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા 6 આફ્રિકન ગ્રે પેરોટ (African Grey Parrot), 5 બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ (Blue and Gold Macaw), 3 એક્લેક્ટસ પેરોટ (Eclectus Parrot), 4 સન કોનીપોર (Sun Conure), 2 ગાલા કોકાટુ (Galah Cockatoo), 1 સલ્ફર કોકાટુ (Sulphur-crested Cockatoo), તેમજ મોટી સંખ્યામાં આફ્રિકન લવ બર્ડ્સ, કોનીયોર્સ, કોકાટીલ, બજરીગર અને ફેનીપીક મળી આવ્યા છે.

આ પણ વાંચો: ઠગે રડતા-રડતા ફોન કરીને કહ્યું- 'ભૂલથી પૈસા તમારામાં જમા થયા છે', અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપિયા

આરોપીએ રજૂ કરેલા પરિવેશ પોર્ટલના ડોક્યુમેન્ટ શંકાસ્પદ જણાતા હવે AMC, વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગ સંયુક્ત તપાસ હાથ ધરશે. રહેણાંક મકાનમાં વ્યવસાયિક સંવર્ધન કરવાથી સ્થાનિકોમાં ઝૂનોટિક રોગો ફેલાવવાનું ગંભીર જોખમ ઊભું થયું છે. આ મામલે આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી છે.