Gujarat

વાડજ પોલીસને હાથતાળી આપી ફરાર થયેલો પોક્સોનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

By GS TEAM
9 May 20261 min read
TukuTouch Logo
અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ફરાર થયેલા પોક્સોના ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ગઈકાલના બનાવ બાદ પોલીસે આ આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વાડજ પોલીસને હાથતાળી આપી ફરાર થયેલો પોક્સોનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

Ahmedabad POCSO Accused Bharat Escapes: અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ફરાર થયેલા પોક્સોના ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ગઈકાલના બનાવ બાદ પોલીસે આ આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગંભીર ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી અશોક સુરેશભાઈ ડાભાણી (ઉ.વ. 23) ગઈકાલે વહેલી સવારે પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો. મેડિકલ ચેકઅપ કરાવીને પરત લાવતી વખતે પોલીસ સ્ટેશનની બહાર ગાડીમાંથી ઉતરતા સમયે આરોપીએ પોલીસ સ્ટાફને ધક્કો મારી પલાયન થઈ ગયો હતો.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીના લોકેશન પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન આરોપી અશોક ડાભાણી અમદાવાદના ચંદ્રનગર બ્રીજ પાસેથી મળી આવતા તેને તુરંત ઝડપી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ


અગાઉની વિગત અને અલાયદો ગુનો

આરોપી સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-137(2), 87, 64(1) તથા પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ હતો. પોલીસ કસ્ટડીમાંથી નાસી જવા બદલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-262 મુજબ વધુ એક અલાયદો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપીને વધુ તપાસ અર્થે ફરીથી વાડજ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.