Get The App

અમદાવાદમાં અપહરણ અને દુષ્કર્મ બાદ મોત થવા મામલે બે શખશોને ભદ્ર કોર્ટે જન્મટીપની સજા ફટકારી

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં અપહરણ અને દુષ્કર્મ બાદ મોત થવા મામલે બે શખશોને ભદ્ર કોર્ટે જન્મટીપની સજા ફટકારી 1 - image


AI Image


Ahmedabad News : શહેરના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ 2021માં બનેલી અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ઘટનામાં અમદાવાદ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પરિણિતાનું અપહરણ કરી, તેને નશાની ગોળીઓ ખવડાવી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરવાના ગુનામાં કોર્ટે બે આરોપીઓને દોષીત ઠેરવી જન્મટીપની આકરી સજા ફટકારી છે.

કોર્ટે ફટકારેલી સજા અને દંડ

એડિશનલ સેશન્સ જજ ડી.એ. વોરાએ આરોપી રાજુ ઉર્ફે વટાણો રામજીભાઇ સોલંકી અને ઇસ્માઇલખાન ઉર્ફે શકીલ ઉર્ફે પકોડા નઝીરખાન પઠાણને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે બંને આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની જન્મટીપની સજા ફટકારી હતી. આ ઉપરાંત બંનેને રૂ. 4-4 લાખનો દંડ ફટકાર્યો. જેની રકમ પીડિત પક્ષને વળતર પેટે આપવા આદેશ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની વિગતો મુજબ, 17 એપ્રિલ 2021ના રોજ આરોપીઓએ કાવતરું રચીને એક પરિણિતાનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. આરોપી રાજુ સોલંકીએ પીડિતાને 'અલપ્રાઝોલમ' નામની નશાની ગોળીઓ ખવડાવી દીધી હતી. પીડિતા અર્ધબેભાન અવસ્થામાં આવતા તેને ખોડિયારનગર પાસેના એક ગોડાઉનમાં લઈ ગયા હતા. 

આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડીશન્ડ જ્યારે ચોકીઓ ભાડાના જૂના મકાનમાં

ગોડાઉનમાં સામૂહિક દુષ્કર્મ

ગોડાઉનમાં આરોપીઓએ પીડિતા પર સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીઓએ આ હીન કૃત્યનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું અને અન્ય સાક્ષીઓને વીડિયો કોલ પર આ દ્રશ્યો બતાવ્યા હતા.પીડિતા બૂમાબૂમ ન કરે તે માટે તેના મોઢામાં કપડાનો ડુચો મારી દેવામાં આવ્યો હતો, જેના કારણે ગૂંગળામણ થવાથી પીડિતાનું કરૂણ મોત નીપજ્યું હતું.

કોર્ટે ઘટનાને અમાનવીય ગણાવી

સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસેક્યુટર મીનલ ઉમંગ ભટ્ટે 42 સાક્ષીઓ અને 55 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. FSL અને DNA રિપોર્ટ પણ આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા સાબિત થયા હતા. અદાલતે નોંધ્યું હતું કે, આ ગુનો અત્યંત ગંભીર અને અમાનવીય છે, તેથી આરોપીઓ પ્રત્યે કોઈ પણ પ્રકારની દયા રાખવી ન્યાયોચિત નથી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સામેલ અન્ય એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.