Gujarat

અમદાવાદ: ડોક્ટરને બ્લેકમેલ કરનાર CCTV ટેકનિશિયન ઝડપાયો, વીડિયો વાઈરલ કરવાની આપી હતી ધમકી

By GS TEAM
9 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના પાલડીમાં બ્લેકમેલિંગની એક ઘટના સામે આવી છે. ક્લિનિક ચલાવતા એક ડોક્ટરને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની અને સીસીટીવી ફૂટેજ વાઈરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવનાર અબ્દુલ વહાબ સૈયદ નામના શખસની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ ડોક્ટરની અંગત પળોના સીસીટીવી ફૂટેજ ચોરી મોટી રકમની માંગણી કરી હતી, જે મામલે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ડોક્ટરને બ્લેકમેલ કરનાર CCTV ટેકનિશિયન ઝડપાયો, વીડિયો વાઈરલ કરવાની આપી હતી ધમકી

Blackmail Case In Ahmedabad: અમદાવાદના પાલડીમાં બ્લેકમેલિંગની એક ઘટના સામે આવી છે. ક્લિનિક ચલાવતા એક ડોક્ટરને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની અને સીસીટીવી ફૂટેજ વાઈરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવનાર અબ્દુલ વહાબ સૈયદ નામના શખસની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ ડોક્ટરની અંગત પળોના સીસીટીવી ફૂટેજ ચોરી મોટી રકમની માંગણી કરી હતી, જે મામલે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


જાણો શું છે સમગ્ર મામલો

થોડા દિવસો અગાઉ આ ડોક્ટરે પોતાના ક્લિનિક પર મસાજ માટે એક વ્યક્તિને બોલાવ્યો હતો. આ સમયના સીસીટીવી ફૂટેજ આરોપી અબ્દુલ વહાબ પાસે પહોંચી ગયા હતા. આરોપીએ આ ફૂટેજ ડોક્ટરને મોકલી આપી તેમને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી. આરોપીએ ડોક્ટર પાસેથી કુલ 40 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી. સમાજમાં પ્રતિષ્ઠા ખરડાવાના ડરથી ડોક્ટરે શરૂઆતમાં આરોપીને 5 હજાર રૂપિયા આપી દીધા હતા, પરંતુ બ્લેકમેલિંગ ચાલુ રહેતા અંતે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો: ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અબ્દુલ વહાબ અગાઉ સીસીટીવી ઇન્સ્ટોલેશનનું કામ કરતો હતો. આ ડોક્ટરના ક્લિનિકમાં પણ સીસીટીવી તેણે જ લગાવ્યા હોવાથી તેની પાસે સીસ્ટમનો પાસવર્ડ હતો, જેનો તેણે ચોરી કરવા માટે દુરુપયોગ કર્યો હતો. હાલમાં મજૂરી કામ કરતા આરોપીએ પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે તેના બાળકો બીમાર હોવાથી તેને પૈસાની જરૂર હતી, જેના કારણે તેણે આ ગુનો કર્યો હતો. હાલ પાલડી પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.