Gujarat

અમદાવાદ: બોપલમાં પાર્કિંગના સામાન્ય વિવાદમાં ડિલિવરી બોય પર હુમલો, બે ભાઈઓ ઈજાગ્રસ્ત

By GS TEAM
4 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. બોપલના વૃંદાવન એપાર્ટમેન્ટમાં ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી આપવા ગયેલા યુવક અને તેના ભાઈ પર સોસાયટીના રહીશો તેમજ સિક્યુરિટી ગાર્ડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ મામલે બોપલ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બોપલમાં પાર્કિંગના સામાન્ય વિવાદમાં ડિલિવરી બોય પર હુમલો, બે ભાઈઓ ઈજાગ્રસ્ત

Delivery Boy Attacked In Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. બોપલના વૃંદાવન એપાર્ટમેન્ટમાં ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી આપવા ગયેલા યુવક અને તેના ભાઈ પર સોસાયટીના રહીશો તેમજ સિક્યુરિટી ગાર્ડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ મામલે બોપલ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ઓર્ડર ડિલિવરી આપવા બાબતે થયો વિવાદ

મળતી માહિતી અનુસાર, 26 વર્ષીય શિવાંગપુરી ગોસ્વામી તેના મિત્ર નિલેશ સાથે ગુરુવારે (બીજી એપ્રિલ) રાત્રે વૃંદાવન એપાર્ટમેન્ટમાં ઓર્ડર આપવા ગયા હતા. સોસાયટીમાં બાઈક પાર્ક કરવા બાબતે એક રહીશે વાંધો ઉઠાવી ગાળાગાળી શરૂ કરી હતી. શિવાંગપુરી ઓર્ડર આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે નશાની હાલતમાં રહેલા કેટલાક શખસોએ ફરી તેમની સાથે તકરાર કરી હતી.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે અમદાવાદની સ્ટીલ ઈન્ડસ્ટ્રી સંકટમાં, મહિને 600 કરોડનો ફટકો

ભાઈને બચાવવા વચ્ચે પડેલા યુવકોને પણ માર માર્યો

ઝઘડાની જાણ થતા શિવાંગપુરીનો ભાઈ જયદત્ત ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન આરોપી ધર્મેશ, કુણાલ અને સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોએ લાકડી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં જયદત્તને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. વચ્ચે પડેલા શિવાંગપુરી અને તેના મિત્રને પણ બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

પોલીસ કાર્યવાહી અને તપાસ

ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બોપલ પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા ધર્મેશ, કુણાલ અને સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હાલ સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે અને સાક્ષીઓના નિવેદન નોંધીને ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.