Gujarat

'કાલે અમદાવાદમાં બોમ્બ ફૂટવાનો છે': કંટ્રોલ રૂમમાં આવેલા એક ફોનથી પોલીસ દોડતી થઈ, તપાસમાં ચોંકાવનારો ખુલાસો

By GS TEAM
20 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં ગુરુવારે (19 તારીખે) રાત્રે આવેલા એક અનામી ફોને પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી દીધી હતી. ફોન કરનારે 'કાલે અમદાવાદમાં બોમ્બ ફોડવાનો છે' તેવી ગંભીર ધમકી આપતા જ શહેર પોલીસ સતર્ક થઈ ગઈ હતી. જોકે, ગણતરીના કલાકોમાં જ પોલીસે ફોન કરનારને શોધી કાઢ્યો હતો અને તપાસમાં સામે આવ્યું હતું કે આ કૃત્ય એક માનસિક રીતે અસ્થિર યુવક દ્વારા કરવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

'કાલે અમદાવાદમાં બોમ્બ ફૂટવાનો છે': કંટ્રોલ રૂમમાં આવેલા એક ફોનથી પોલીસ દોડતી થઈ, તપાસમાં ચોંકાવનારો ખુલાસો
AI IMAGE

Fake Bomb Call in Ahmedabad: અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં ગુરુવારે (19 તારીખે) રાત્રે આવેલા એક અનામી ફોને પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી દીધી હતી. ફોન કરનારે 'કાલે અમદાવાદમાં બોમ્બ ફોડવાનો છે' તેવી ગંભીર ધમકી આપતા જ શહેર પોલીસ સતર્ક થઈ ગઈ હતી. જોકે, ગણતરીના કલાકોમાં જ પોલીસે ફોન કરનારને શોધી કાઢ્યો હતો અને તપાસમાં સામે આવ્યું હતું કે આ કૃત્ય એક માનસિક રીતે અસ્થિર યુવક દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર 19મી તારીખે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો. ફોન કરનારે ટૂંકમાં જ કહ્યું હતું કે, 'કાલે અમદાવાદમાં બોમ્બ ફોડવાનો છે' અને તરત જ ફોન કાપી નાખ્યો હતો. આ પ્રકારની સંવેદનશીલ માહિતી મળતાની સાથે જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું.

કોલનું લોકેશન ટ્રેસ કરતા તે સરખેજ વિસ્તારનું હોવાનું જણાયું હતું. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી સરખેજ પોલીસ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો નિર્દેશિત સ્થળ પર પહોંચી ગઈ હતી અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

પોલીસ તપાસમાં આ કોલ ફતેહવાડી વિસ્તારમાંથી આવ્યો હોવાનું ફલિત થયું હતું. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા 33 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ યુવકે તેની માતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને પોલીસ કંટ્રોલ રૂમમાં આ ધમકીભર્યો કોલ કર્યો હતો.

યુવક માનસિક અસ્થિર હોવાનો ખુલાસો

સરખેજ પોલીસ યુવકની અટકાયત કરી રાત્રે 1 વાગ્યે પોલીસ સ્ટેશન લાવી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ધમકી આપનાર ૩૩ વર્ષીય યુવક માનસિક રીતે અસ્થિર છે. પોલીસે તેની પૂછપરછ બાદ તેને સવારે ફરી બોલાવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.