Gujarat

મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો! અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો, હવે લઘુતમ ભાડું 25 રૂપિયા

By GS TEAM
22 Jun 20262 mins read
TukuTouch Logo
CNGના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે રિક્ષા ચાલકો માટે રાહતના અને જનતા માટે માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદ રિક્ષા ચાલક એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ભાડા વધારાને સત્તાવાર લીલી ઝંડી આપી દેવામાં આવી છે. મોંઘવારીના આ સમયમાં સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડશે, કારણ કે હવેથી મુસાફરોએ રિક્ષા પ્રવાસ માટે સુધારેલા દરો મુજબ ચૂકવણી કરવી પડશે. લઘુતમ ભાડું (મિનિમમ ચાર્જ) જે પહેલા 20 રૂપિયા હતું, તેમાં 5 રૂપિયાનો વધારો કરીને 25 રૂપિયા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રિક્ષા ચાલકોને આ ભાડા વધારાની મંજૂરી અંદાજે ત્રણ વર્ષ બાદ મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો! અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો, હવે લઘુતમ ભાડું 25 રૂપિયા

Ahmedabad Auto Rickshaw Fare Hike 2026: CNGના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે રિક્ષા ચાલકો માટે રાહતના અને જનતા માટે માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદ રિક્ષા ચાલક એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ભાડા વધારાને સત્તાવાર લીલી ઝંડી આપી દેવામાં આવી છે. મોંઘવારીના આ સમયમાં સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડશે, કારણ કે હવેથી મુસાફરોએ રિક્ષા પ્રવાસ માટે સુધારેલા દરો મુજબ ચૂકવણી કરવી પડશે. લઘુતમ ભાડું (મિનિમમ ચાર્જ) જે પહેલા 20 રૂપિયા હતું, તેમાં 5 રૂપિયાનો વધારો કરીને 25 રૂપિયા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રિક્ષા ચાલકોને આ ભાડા વધારાની મંજૂરી અંદાજે ત્રણ વર્ષ બાદ મળી છે.

આ રહ્યું ભાડાનું નવું માળખું

બેઠકમાં મંજૂર કરાયેલા નવા દરો મુજબ, રિક્ષાનું લઘુતમ ભાડું જે પહેલા 20 રૂપિયા હતું, તેમાં 5 રૂપિયાનો વધારો કરીને 25 રૂપિયા નિર્ધારિત કરાયું છે. આ ઉપરાંત, રિક્ષા ચાલકો અત્યાર સુધી પ્રતિ કિલોમીટર જે 15 રૂપિયા વસૂલતા હતા, તેમાં પણ 5 રૂપિયાનો વધારો મંજૂર કરાતા હવેથી દર પ્રતિ કિલોમીટર 20 રૂપિયા રહેશે. જો કે, યુનિયનની મુખ્ય માંગણીઓ પૈકી મિનિમમ ભાડું 50 રૂપિયા કરવાની રજૂઆતને સરકારે ગ્રાહ્ય રાખી નથી અને વચગાળાનો રસ્તો કાઢીને નવું માળખું નક્કી કર્યું છે.

શા માટે લેવો પડ્યો આ નિર્ણય?

છેલ્લા બે મહિનામાં જ CNGના ભાવમાં પ્રતિ કિલોએ આશરે 6 રૂપિયા જેટલો તોતિંગ વધારો ઝીંકાતા કિંમત 88 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલની જેમ સીએનજી મોંઘો થતા રિક્ષા ચાલકોની આજીવિકા પર મોટો ફટકો પડ્યો હતો. લાંબા સમયથી સત્તાવાર રીતે ભાડું ન વધવાને કારણે રિક્ષા ચાલક એકતા યુનિયને આખરે કંટાળીને સ્વયંભૂ વધારો વસૂલવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. યુનિયનની સતત રજૂઆતો અને આક્રમક વલણને પગલે તંત્રને બેઠક યોજવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: સ્કૂલો શરૂ થયાના પહેલા જ દિવસે વાલીઓને ઝટકો, વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં ધરખમ વધારો

ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર કચેરી ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ટ્રાન્સપોર્ટ કમિશનર, અમદાવાદ RTOના અધિકારીઓ, અમદાવાદ રિક્ષા ચાલક વેલફેર એસોસિયેશન તેમજ સ્માર્ટ સિટી ડ્રાઇવર યુનિયનના હોદ્દેદારો અને વિષય નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તમામ પક્ષો વચ્ચે ચાલેલી ચર્ચા બાદ સર્વસંમતિથી નવું ભાડું લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યુનિયનની બે મુખ્ય માંગણીઓમાંથી તંત્રએ એક મહત્વની માંગ સ્વીકારીને આદેશ જાહેર કર્યો છે.