અમદાવાદ મનપા ચૂંટણી: કેસરિયો ગઢ ગણાતા વૉર્ડમાં પહેલીવાર ભાજપના તમામ ઉમેદવારની હાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Local Body Election 2026: અમદાવાદમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપનો વર્ષો જૂનો અભેદ્ય ગઢ ધરાશાયી થયો છે. ખાડિયામાં કોંગ્રેસે ઐતિહાસિક ક્લિન સ્વિપ કર્યું છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં ખાડિયા વૉર્ડના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ઘણાં વર્ષો પછી ખાડિયામાં પહેલીવાર ભાજપની આખી પેનલ હારી ગઈ છે.
કોંગ્રેસના વિજેતા ઉમેદવારો
ખાડિયાની પ્રજાએ કોંગ્રેસની આખી પેનલને ભવ્ય વિજય અપાવ્યો છે, જે ચારેય ઉમેદવારના નામ નીચે પ્રમાણે છે.
મીના નાયક
બિરજુબહેન ઠક્કર
ધ્રુવ કલાપી
મોહમ્મદ ઇલિયાસ પઠાણ
આ પણ વાંચો: રાજપીપળા નગરપાલિકામાં ભાજપની આંધી! ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ
ભાજપની હારના 3 મુખ્ય કારણો
‘ખાડિયા બચાવો આંદોલન’
ખાડિયામાં આડેધડ વધી રહેલા કોમર્શિયલ બાંધકામો સામે સ્થાનિકોમાં ભારે રોષ હતો. આ મુદ્દે ખાડિયા બચાવો આંદોલન ચલાવતા આગેવાને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર જેવા દિગ્ગજોને મોકલી તેમને મનાવવા પ્રયાસ કર્યા, પણ નિષ્ફળતા મળી, જે ભાજપને ભારે પડ્યું.
હેરિટેજની ઓળખ અને સ્થળાંતર
ઐતિહાસિક પોળો ધરાવતો આ વિસ્તાર કોમર્શિયલ બાંધકામોને કારણે પોતાની અસલ ઓળખ ગુમાવી રહ્યો છે. પરિવારો મોટા થતાં અને સમસ્યાઓ વધતાં મૂળ અમદાવાદીઓ (ભાજપની પરંપરાગત વોટબૅંક) અહીંથી સ્થળાંતર કરી ગયા છે. એસઆઇઆર બાદ અહીંથી અંદાજે 25,000 જેટલા મતદારોના નામ કમી થયા, જે હારનું નિર્ણાયક કારણ બન્યું.
સ્થાનિક પ્રશ્નો વિરુદ્ધ વિકાસનો દાવો
ભાજપે આ વખતે પણ વિકાસના મુદ્દે મત માંગ્યા હતા, પરંતુ સ્થાનિકો માટે હેરિટેજ મકાનોની જાળવણી અને આડેધડ કોમર્શિયલ બાંધકામ રોકવા એ મુખ્ય મુદ્દો હતો. કોંગ્રેસ અને અપક્ષોએ આ જ નસો પકડીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે.









