Gujarat

અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છુપાવી હતી

By GS TEAM
31 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનાની દાણચોરીનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. કુઆલાલંપુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી 83.29 લાખ રૂપિયાની કિંમતનું 553.07 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છુપાવી હતી

Gold Smuggling In Ahmedabad Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનાની દાણચોરીનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. કુઆલાલંપુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી 83.29 લાખ રૂપિયાની કિંમતનું 553.07 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

APIS સિસ્ટમની મદદથી મળી સફળતા

મળતી માહિતી અનુસાર, એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (APIS) દ્વારા કરવામાં આવેલા ડેટા એનાલિસિસ અને પ્રોફાઇલિંગના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 30મી માર્ચ 2026ના રોજ કુઆલાલંપુરથી ફ્લાઇટ નંબર AK 91 દ્વારા અમદાવાદ પહોંચેલી આ મહિલા પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને ગ્રીન ચેનલ પર અટકાવવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ સંતોષકારક જવાબ ન આપતા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. મેડિકલ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મહિલાએ પોતાના શરીરમાં બે કેપ્સ્યુલ્સ છુપાવી હતી. આ કેપ્સ્યુલ્સની અંદર લિક્વિડ કેમિકલ સાથે મિશ્રિત ગોલ્ડ પેસ્ટ ભરેલી હતી. જે બાદ કસ્ટમ્સ વિભાગ દ્વારા આ સોનાની પેસ્ટને રિફાઇન કરવામાં આવી હતી અને તેમાંથી 24 કેરેટનું કુલ 553.07 ગ્રામ સોનું મળ્યું હતું. જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત 83,29,234 અને ટેરિફ કિંમત 75,58,393 હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વિશ્વને મળશે શાંતિનો સંદેશ

તપાસનો ધમધમાટ

કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરી મહિલા મુસાફરની ધરપકડ કરી છે. આ સોનું અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ દાણચોરીના રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધુ કડક બનાવી દેવામાં આવી છે.