Gujarat

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફરના મોંઢામાં છુપાવેલું ₹17 લાખનું સોનું ઝડપાયું, કસ્ટમ્સ વિભાગની કાર્યવાહી

By GS TEAM
1 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સોનાની તસ્કરીના એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી આવેલો એક મુસાફર કસ્ટમ્સ ચેકિંગથી બચવા માટે સોનાની ચાર કેપ્સ્યુલ પોતાના મોઢામાં છુપાવીને લાવ્યો હતો. અધિકારીઓએ આ મુસાફર પાસેથી 108.07 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે 17.39 લાખ રૂપિયા થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફરના મોંઢામાં છુપાવેલું ₹17 લાખનું સોનું ઝડપાયું, કસ્ટમ્સ વિભાગની કાર્યવાહી

Gold Smuggling Ahmedabad Airport News : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સોનાની તસ્કરીના એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી આવેલો એક મુસાફર કસ્ટમ્સ ચેકિંગથી બચવા માટે સોનાની ચાર કેપ્સ્યુલ પોતાના મોઢામાં છુપાવીને લાવ્યો હતો. અધિકારીઓએ આ મુસાફર પાસેથી 108.07 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે 17.39 લાખ રૂપિયા થાય છે.

મુસાફરના મોંઢામાં છુપાવેલું ₹17 લાખનું સોનું ઝડપાયું

કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, 31 જાન્યુઆરીની મોડી રાત્રે બેંગકોકથી વિયેતજેટ એરની ફ્લાઈટ નંબર VZ 750 અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. AIUના અધિકારીઓને શંકાસ્પદ મુસાફરો અંગેના અગાઉથી મળેલા ઇનપુટ્સ અને મુસાફરના હાવભાવ પરથી શંકા ગઈ હતી. આ મુસાફરને અટકાવીને જ્યારે તેની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મુસાફરે કાળા રંગની એડહેસિવ ટેપમાં લપેટેલી કેપ્સ્યુલ આકારની સોનાની ચાર લગડીઓ પોતાના મોઢામાં છુપાવી રાખી હતી. આ સોનાની શુદ્ધતા 24 કેરેટ માલૂમ પડી હતી. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ આ મુદ્દામાલ જપ્ત કરીને મુસાફર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કસ્ટમ્સ અધિકારીએ શું કહ્યું?

અધિકારીઓએ જણાવ્યું હતું કે, એરપોર્ટ સુરક્ષા અને કસ્ટમ્સ ચેકિંગમાં પકડાઈ જવાની બીકે તસ્કરો હવે શરીરના અંગોમાં સોનું છુપાવવાની જોખમી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. મોઢામાં આ રીતે સોનું છુપાવવું જોખમો ઊભા કરી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 15 લાખ વૃક્ષો અને 261 દુર્લભ પ્રજાતિ છતાં પક્ષીઓ અસુરક્ષિત, VVIP 'દેખાડા' માં માળાઓનો સોથ વળાયો

હાલમાં મુસાફરની ઓળખ ગુપ્ત રાખી તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ અને કસ્ટમ્સ વિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે, આ સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને અમદાવાદમાં તે કોને પહોંચાડવાનું હતું. આ ઘટના પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.